આયોજન:વ્યાજખોરી નાબુદ કરવા પ. કચ્છ પોલીસ હરકતમાં

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસપી અલગ અલગ સ્થળોએ લોકદરબાર યોજશે

આગામી દિવસોમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરી નાબુદ કરવા અને વ્યાજખોરીને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા લોકદરબારનું આયોજન કરવામાં આવશે.જેમાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર નિરાકરણ કરી ન્યાય આપવામાં આવશે.

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની હાજરીમા આગામી સમયમાં અલગ-અલગ સ્થળોએ લોકદરબારનું આયોજન કરવામાં આવશે.

આ લોકદબારમાં વ્યાજખોરીને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ વ્યાજખોરી સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવશે.પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં રહેતા ઘણા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપીયા લેતા હોય છે.

આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપીયા આપતા હોય છે, અને બાદ ભોગબનનાર વ્યકતિ તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે. જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતાં આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે.

જેના પરીણામે ભોગ બનનાર તથા તેના કુટુંબી જનોની પાયમાલી સર્જાતી હોય છે. જેથી આત્મહત્યાના બનાવ બનતા જે એક વ્યકિતને નહી પરંતુ એક પુરા કુટુંબને અસર થાય છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી અંગે લોકદરબારનુ આયોજન કરવામાં આવશે.

જેમા વ્યાજખોરીને લગતી કોઇ પણ પ્રકારની તકલીફ કે ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની અરજી કરેલ હોય અને તેમા પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...