આત્મહત્યા:માધાપરમાં બીમારીથી કંટાળીને યુવાનનો આપઘાત

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

માધાપરના જુનાવાસમાં ભાદરકા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવાને બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.બનાવ અંગે જી.કે.જનરલ હોસ્પિટલમાં હતભાગી યુવાન અજીમ ગનીભાઇ સમાને લઇ આવનાર તેમના મોટા ભાઇ ઉમર ગનીભાઇ સમાએ એમએલસીમાં જાહેર કર્યું હતું કે, તેમનો નાનો ભાઇ અજીમ બીમાર રહેતો હોઇ શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં રૂમમાં પતરામાં લોખંડના પાઇપ પર ચુંદડી વળે ફાંસો ખાઇ લેતાં જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે સાંજે સવા સાત વાગ્યાના સમય દરમિયાન મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...