પોલીસની જહેમત રંગ લાવી:ડીપી ચોકના હનુમાન મંદિરમાંથી મુગટ ચોરાયો, કલાકોમાં શોધાયું

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરોની મહેનત અને પોલીસની જહેમત રંગ લાવી

જ્યેષ્ઠાનગર કેમ્પ એરિયામાં આવેલા ડીપી ચોક ખાતે શનિવારે સાંજે હનુમાનજી મંદિરમાંથી ચાંદીના મુગટની ચોરીની ઘટના બની હતી. જેમાં ગણતરીના કલાકોમાં આ મુગટ શોધી મુદ્દામાલ કબજે લેવાયો હતો. શહેરના જ્યેષ્ઠાનગર વિસ્તારમાં આવેલા ડીપી ચોક ખાતે પવનસૂત હનુમાનજી મંદિરમાં શનિવારે સાંજે ચોરીનો બનાવ બન્યો હતો.એક શખ્સે આવીને દાદાના મસ્તક પર ચડાવેલ ચાંદીના મુગટની ચોરી કરી હતી જેથી તાત્કાલિક બનાવની જાણ થતા હનુમાન યુવક મંડળના સભ્યો એકત્ર થઈ ગયા અને મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા આ ચોરીની ઘટના કેદ થઈ હતી.

જેથી તાત્કાલિક એ શખ્સને શોધી લેવાયો હતો અને કંટ્રોલરૂમ તેમજ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આવી કાર્યકરોએ પકડેલા શખ્સની પૂછપરછ કરી હતી.જોકે આ વ્યક્તિ પાસે મુગટ ન હોઈ રામધૂન વિસ્તારમાં લઈ જઈ રાત્રે છાનબીન કરવામાં આવી હતી દરમ્યાન ભુજ શહેર હોમગાર્ડ યુનિટના સિક્યુએમએસ વારીશ પટણી દ્વારા સૂઝબૂઝના આધારે મુગટ શોધી કાઢવામાં આવ્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓને કબ્જો સોંપવામાં આવ્યો હતો.મહત્વની વાત છે કે,મુગટ લઈ જનાર વ્યક્તિ માનસિક અસ્થિર હોઈ અને મુદામાલ રિકવર થઈ જવાથી કાયદેસરની ફરિયાદ કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...