• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Through The Medium Of E FIR, Information Will Now Reach The Police At The Fingertips, The Speed In Detecting Crimes Will Increase

ઓનલાઇનથી ત્વરિત કાર્યવાહી થશે:e-FIR માધ્યમથી હવે પોલીસ સુધી આંગળીના ટેરવે માહિતી પહોંચશે,ગુનો ડિટેકટ કરવામાં ઝડપ વધશે

લાખોંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LLDC અજરખપુર ખાતે e-FIR મુદ્દે લોકોને જાગૃત કરાયા, લાઈનના બદલે ઓનલાઇનથી ત્વરિત કાર્યવાહી થશે

ભુજ તાલુકાના અજરખપુર ખાતે આવેલા LLDC હોલ મધ્યે બુધવારે પધ્ધર પોલીસ દ્વારા ઇ-એફ.આઈ.આર મુદ્દે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. બહોળી સંખ્યામાં સ્થાનિકો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. e-FIR ઉપયોગ કરી નાગરિકો પોતાના વાહન અથવા ફોન ચોરીની ફરિયાદ કરવાં માટે પોલીસ સ્ટેશનના ધક્કાના બદલે હવે આંગળીના ટેરવે પોલીસ સુધી પહોંચી શકશે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં આ સુવિધા લોન્ચ કરવામાં આવી છે,જેમાં આપની સાથે કોઇ ઘટના બને કે આપની કોઇ વસ્તુની ચોરી થાય તે સમયે આપ પોલીસ મથક જઇ એફ.આઇ.આર. નોંઘાવો છો. એફ.આઇ.આર.નો પુરો અર્થ ફર્સ્ટ ઇન્ફોરમેશન રીપોર્ટ થાય છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા e-FIR ની સુવિઘા શરૂ કરવામાં આવી છે. જે થકી આપ આપના વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા કરી શકો છો સહિતના મુદ્દે ઉપસ્થિતોને સમજ અપાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલ દ્વારા વિગતવાર માહિતી અપાઈ હતી અને લોકોને e-FIR મુદ્દે ઊંડાણપૂર્વક માહિતી આપી જરૂર પડ્યે આ સુવિધાનો ઉપયોગ કરવા સમજ અપાઈ હતી.

આ વેળાએ હરિભાઈ જાટીયા.સતિષભાઈ છાંગા,વાઘજીભાઈ માતા,નારણભાઈ મહેશ્વરી.ડાયાભાઇ આહીર,જયનેશ વરુ,મહેશ ગોસ્વામી,રાજેશ ખુંગલા,ઉત્તમ રાઠોડ સહીત આગેવાનોએ હાજરી આપી હતી આ કાર્યકમનું સંચાલન રમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પધ્ધર પીએસઆઈ વી.બી ઝાલા.તેમજ પોલીસ સ્ટાફે જહેમત ઊઠાવી હતી

અન્ય સમાચારો પણ છે...