ભચાઉના એસટી રોડ પર આવેલા જાહેર માર્ગ પરના અરિહંત કોમ્પ્લેક્ષમાં આજે એક સાથે ત્રણ દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોને દુકાનોના શટરમાં લાગેલા તાળાં તોડીને દુકાન અંદર પ્રવેશ કર્યો હતો. જોકે ગલ્લામાં પડેલી છૂટક પરચુરણ અને ધર્માદા માટે રખાયેલી દાનપેટીમાં જમા થયેલી અંદાજિત રૂ. 5 હજાર જેટલી રકમની ચોરી સિવાય મોટી રકમની ચોરી થઈ નથી. પરંતુ સામુહિક ચોરીના પ્રયાસથી વેપારી આલમમાં માલ મિલ્કતને લઈ ગભરાટનો માહોલ ફેલાયો છે. આ અંગેની જાણ વેપારીઓએ સ્થાનિક પોલીસમાં કરી હોવાનું જાણવા મળ્યું હતું.
નગરના જુના એસટી રોડ પર આવેલા અરિહંત કોમ્પ્લેક્ષમાં આજે સવારે નીલકંઠ કિરાણા, શ્રીજી કિરાણા અને તુફાન સાયકલ સર્વિસ નામની દુકાનના તાળાં તોડી શટર ઊંચું કરી ચારેક જેટલા તસ્કરો ચોરીને અંજામ આપતા સીસીટીવી કેમરમાં કેદ થયા હતા. તસ્કરીના બનાવથી કોમ્પ્લેક્ષ મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, ઉપ પ્રમુખ વિષ્ણુ મારાજ વગેરે પીઆઇ અને ડી વાય એસપી સહિતના અધિકારીને જાણકારી આપી આરોપીઓ ને પકડી પાડવા સીસીટીવીના ફૂટેજ આપવાની વાત કરી હતી. ઘટના પગલે ભચાઉ પોલીસે કાયદેસર ની કાર્યવાહી માટે આગળની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.