સતત ત્રીજા દિવસે બોટ પકડાઈ:લખપતના હરામીનાળા વિસ્તારમાંથી BSFના જવાનોએ વધુ બે પાકિસ્તાની બોટ ઝડપી પાડી

કચ્છ (ભુજ )4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ દરમિયાન કુલ 9 બોટ અને એક પાકિસ્તાની માછીમાર ઝડપાયો

કચ્છની પશ્વિમ સરહદે આવેલા લખપત તાલુકાના સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાંથી આજે વધુ બે પાકિસ્તાની બોટ સિમાં સુરક્ષા દળના જવાનોએ ઝડપી પાડી હતી. બિનવારસી હાલતમાં મળેલી બોટમાંથી માછલી પકડવાની સામગ્રી સિવાય કંઈ શંકસ્પદ મળ્યું નથી. જોકે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાકિસ્તાનની કુલ 9 બોટ તેમજ એક ઘુશણખોર ઝડપાયો છે. જેને લઈ સલામતી દળો સતત સચેત બની ફરજ બજાવી રહ્યા છે. ખાસ કરીને દેશની આઝાદીના 75માં વર્ષની વાર્ષિક ઉજવણી પૂર્વે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાડોશી દેશની ઘૂસણખોરીને લઈ સુરક્ષા તંત્ર વધુ સજાગ બની ગયું છે.

સલામતી દળે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું
ગત ગુરૂવારે સવારના અરસામાં હરામીનાળામાંથી BSFની 59 બટાલિયનના જવાનોને 2 પાકિસ્તાની બોટ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યાં બાદ ઘુશણખોર દેશની સિમાં અંદર હોવાની સંભાવનાને લઈ સલામતી દળે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. જેના બીજા દિવસે ગઈકાલે વધુ 5 મોટર બોટ સાથે એક પાકિસ્તાની માછીમારને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે આજે શનિવારે જવાનોએ વધુ બે બોટ બિનવારસી હાલતમાં જપ્ત કરી છે. આ માટે દરિયાની અટપટી ક્રિક ધરાવતા હરામીનાળામાં સલામતી દળના જવાનો દ્વારા વિકટ ભૌગોલિક પરિસ્થિતિનો સામનો કરી ઘુશળખોણીની ઘટનાને ઝડપી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...