ભાજપે પત્તાં ખોલ્યા:ત્રણ ધારાસભ્ય રીપીટ, ત્રણ બેઠક પર નવા ચહેરા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીની બેઠક યથાવત
  • વિરેન્દ્રસિંહ જાડેજાને માંડવીથી રાપર લઇ જવાયા, ભુજમાં કેશુભાઇ પટેલ, અંજારમાં ત્રિકમભાઇ છાંગા અને માંડવીમાં અનિરૂદ્ધ દવે લડશે

પહેલી ડિસેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની 182 બેઠકો પૈકીની ચૂંટણીમાં કચ્છની છ બેઠક માટે ભારતીય જનતા પક્ષે પત્તા ખોલ્યા છે અને ચર્ચાતા નામોનો અંત આવ્યો છે. ભાજપે કરેલી સત્તાવાર જાહેરાત અનુસંધાને કચ્છમાં ત્રણ બેઠક માટે ત્રણ ધારાસભ્ય રીપીટ થયા છે તો ત્રણ નવા ચહેરા મૂકાયા છે. જૈન અને લોહાણા સમાજના દાવેદારો કપાયા છે તો વિધાનસભાના અધ્યક્ષ રહેલા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય અને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીરની ટિકીટ કપાઇ છે.

સાથોસાથ માંડવી બેઠકના ધારાસભ્યની બેઠક બદલાવીને તેમને રાપર લઇ જઇ ગત વખતે ગુમાવેલી રાપરની બાજી જીતવા કમ્મર કસી છે. મુખ્ય દાવેદારો ગણાતા પૈકીના વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને સ્થાને ભુજની ટિકીટ મૂળ નખત્રાણા તાલુકાના પાલનપુર બાડીના કડવા પાટીદાર સમાજના કેશવલાલ (કેશુભાઇ) શિવદાસ પટેલને અપાઇ છે . તેઓ બે ટર્મથી જિલ્લા ભાજપ પ્રમુખ છે અને કચ્છની તાલુકા પંચાયતો ઉપરાંત કચ્છની છ બેઠક પૈકી પાંચ બેઠક પર ભગવો ફરકાવવામાં સફળ રહેતા અા પસંદગી થઇ છે.

તેઓ પ્રવાસન નિગમના ડાયરેકટર અને કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. આ ઉપરાંત મહત્ત્વની એવી અંજાર બેઠક ઉપરથી વાસણભાઇ આહિરની ટિકીટ કપાઇ છે. તેમના સ્થાને તેમના પરિવારના સભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ત્રિકમભાઇ બિજલ છાંગાને ઉમેદવાર જાહેર કરાયા છે . તેઓ મૂળ ભુજના સ્વામિનારાયણ વિદ્યાલયના નિવૃત્ત આચાર્ય છે અને અંજાર તાલુકા પંચાયતમાં પણ વિપક્ષી નેતા રહી ચૂક્યા છે . સંઘ સાથે સંકળાયેલા ત્રિકમભાઇ શિસ્તના આગ્રહી છે .

વિધાનસભાની નંબર 1 અબડાસા બેઠક ઉપર 2020માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટાચૂંટણીમાં 36778 મતની જંગી લીડથી જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને અહીં ફરીથી ઉમેદવા બનાવાયા છે. અબડાસા, લખપત, નખત્રાણા એમ ત્રણ તાલુકાને આવરી લેતી આ બેઠકનું રાજકારણ પક્ષિય પરિવર્તન સાથે જોડાયેલું છે અને તેમાં જાડેજાને વધુ એક તક મળી છે. માંડવી બેઠક ઉપર 1980 પછી બ્રાહ્મણ સમાજમાંથી અનિરુદ્ધ ભાઇલાલ દવેને જાહેર કરાયા છે. ભાજપ પ્રદેશ સંગઠનના પૂર્વ મોભી એવા સ્વ. અનંતરાય દવેના તેઓ ભત્રીજા છે.

એડવોકેટ, કર્મકાંડી બ્રાહ્મણ ઉપરાંત હાલમાં તેઓ જિલ્લા ભાજપના મહામંત્રી છે . ભાજપમાં આપબળે આગળ આવીને નગરપતિથી જિલ્લાસ્તરના રાજકારણ સુધી પહોંચ્યા છે. ધારાસભામાં ઉમેદવારી તેઓ પ્રથમ વખત કરશે. હાલમાં કોંગ્રેસ પાસે રહેલી રાપર બેઠક ઉપર માંડવીના ચાલુ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને મોકલવામાં આવ્યા છે . તેઓ 2017માં માંડવી મુન્દ્રાના નામે ઓળખાતી બેઠક 9046 મતથી જીત્યા હતા .

જાતિવાદી સમીકરણો આધારિત આ બેઠક ઉપર મજબૂત નેતાની જરૂરિયાત જણાઇ છે. જોકે 2007ની ચૂંટણીમાં રાપર બેક ઉપર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પાટીદાર, રાજપુત અને કોલી સમાજના મતોના ધ્રુવિકરણમાં તેમનું ભાવિ નક્કી થશે. ગાંધીધામની અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર માલતીબેન મહેશ્વરી રિપીટ કરાયા છે.

2012માં મુન્દ્રા (અનુસૂચિત જાતિ અનામત) બેઠક માંડવીમાં વિલીન થયા બાદ ગાંધીધામની અનામત બેઠક અસ્તીત્વમાં આવી છે. માલતીબેનને 2017માં તક મળી હતી અને 20270 મતથી જીત્યા હતા. તેમના સમયમાં ઓસ્લો ઓવરબ્રિજ સહિતની કામગીરી થઇ છે. વિકાસકાર્યો ઉપરાંત નિર્વિવાદ વ્યક્તિત્વનો લાભ મળ્યો છે.

બેઠકઉમેદવારઅભ્યાસવ્યવસાય
અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાધોરણ 4ટ્રાન્સપોર્ટ, ખેતી
માંડવીઅનિરૂદ્ધ દવે બીએLLB, MPAવકીલાત
ભુજકેશવદાસ પટેલધોરણ 10ખેતી
અંજારત્રિકમભાઇ છાંગાબીએડ, LLB,નિવૃત્ત પ્રિન્સીપાલ
ગાંધીધામ(SC)માલતીબેન મહેશ્વરીબીકોમ, PGDHRMલોજીસ્ટીક
રાપરવિરેન્દ્રસિંહ જાડેજાધોરણ 10ખેડૂત

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...