મુન્દ્રાના બારોઇના વેપારી યુવક અને આધેડને હનીટ્રેપમાં ફસાવી અઢી લાખની ખંડણી માગવાના ચકચારી બનાવમાં એ ડિવિઝન પોલીસે મુખ્ય સુત્રધાર રઝીયા સહિત ત્રણની ધરપકડ કરી હતી. એ ડિવિઝન પોલીસ મથકે આ કેસમાં જુના રેલ્વે સ્ટેશન પાસેની બકાલી કોલોનીમાં રહેતી મુખ્ય સુત્રધાર મુમતાઝ ઉર્ફે રઝીયા લીયાકત અલી ઉનડ (ઉ.વ.31), સંજોગનગર ખાતે રહેતા જહાંગીર ઉર્ફે જગુ ઉર્ફે જાવેદ ગુલામખાન પઠાણ (ઉ.વ.31), ભારતનગરમાં રહેતી જાનકીબેન પૃથ્વીરાજસિંહ મકવાણા (ઉ.વ.31) નામના ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજુ કરાયા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને જામીન પર મુકત કર્યા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આ કેસમાં હજુ એક મહિલા આરોપી પોલીસ પકડથી દુર દિલ્હી તરફ નીકળી ગઇ હોવાનું અને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. તો, કોર્ટમાંથી જ માનકુવા પોલીસે 2017ની સાલના હનીટ્રેપના કેસમાં અટકાયત કરીને વધુ પુછતાછ હાથ ધરી છે.
દેશલપરના વેપારી પાસેથી અઢી લાખની માંગી હતી ખંડણી
ભુજ તાલુકાના દેશલપર ગામે દુકાન ધરાવતા વેપારીને આ રઝીયા સહિતની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવીને જયનગર પાસેનાની એક વસાહતમાં આવેલા એક રૂમમાં લઇ ગયા હતા. જ્યાં અઢી લાખની માગણી કરીને 20 હજાર જેટલી રકમ પડાવી હતી.
અઢી લાખનો ચેક બેન્કમાં વટાવવા જતાં પકડાઇ ગયા હતા
દેશલપરના વેપારીને ભુજ બોલાવીને હનીટ્રેપમાં ફસાવી 20 હજાર પડાવીને અઢી લાખનો ચેક વેપારી પાસેથી લીધો હતો. જે આ ટોળકી વટાવવા જતાં પકડાઇ ગયા હતા. જેમાં રઝીયા અને જાનકી તેમજ આરોપી જગુ ઉર્ફે જાવેદ ગુલામખાન પઠાણની પત્ની હફીસા સામેલ હોઇ બન્ને આરોપીઓ મહિલાની કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.