સેમિનાર આયોજન:આઝાદી માટે બલિદાન આપનારા હજારો લોકોનો ઇતિહાસમાં ઉલ્લેખ નથી, તેમને યાદ કરવા જરૂરી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વતંત્ર સંગ્રામમાં જનજાતિ નાયકોના યોગદાન વિષય પર યુની.માં સેમિનાર યોજાયો
  • આઝાદી માટે 50 થી વધુ નાયકોએ કરેલા સંઘર્ષની ગાથા પ્રદર્શનમાં રજૂ કરાઈ

નવી દિલ્હીના અનુસુચિત જનજાતિ આયોગ અને કચ્છ યુનીવર્સીટીના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્ર સંગ્રામમાં જનજાતિ નાયકોનું યોગદાન વિષયને ઉજાગર કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. પ્રો.અજય રાઠોડે કાર્યક્રમમાં જણાવ્યું કે,આ અલ્પખ્યાત ક્રાંતિવીરોની માહિતી લોકો સુધી પહોચે તે માટે યોગ્ય સંશોધન થવું જોઈએ અને આ નાયકો લોકો સમક્ષ ઉજાગર થાય એ દિશામાં કાર્ય કરવું જોઈએ.મુખ્ય વક્તા ડૉ. નારાયણ નીનામાએ જણાવ્યું કે,1757 થી 1857 વચ્ચે જનજાતિ સમાજ દ્વારા અનેક જગ્યાએ ચળવળ થઇ.

ક્યારેય અંગેજોના સાશનનો સ્વીકાર ન કર્યો અને શરુઆતથી જ વિરોધ અને વિદ્રોહ કર્યો હતો. સર્વ પ્રથમ તિલક માંઝીને અંગ્રેજોના વિરોધ કરવા બદલ ફાંસી પર ચડાવવામાં આવ્યા હતા.સાબરકાઠા જીલ્લામાં જમનાલાલ બજાજના નેતૃત્વમાં આદિવાસી સમાજના લોકો સભા કરતા તે દરમિયાન થયેલા હત્યાકાંડમાં 1200 લોકોના મૃત્યુ થયા હતા. જલિયાવાલા બાગથી પણ મોટો માનગઢ હત્યાકાંડ ગુજરાતમાં આ સંઘર્ષ દરમિયાન થયો. જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.

હજારો નામ એવા છે કે જે જેમનો ઇતિહાસમાં ક્યાંક ઉલ્લેખ જ નથી. તેમને શ્રદ્ધાંજલિ અર્પિત છે.આ ગૌરવશાળી ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી પહોચાડવું જોઈએ.અનુસુચિત જનજાતિ આયોગ, નવી દિલ્લીના રાઘવ મિત્તલે જણાવ્યું કે,NCSTનો મુખ્ય હેતુ જનજાતિના અધિકારોનું રક્ષણ કરવાનું છે.

સૌ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી આયોગ વિષે મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. કુલપતી જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આઝાદી માટે બિહારમાં મુંડા સંઘર્ષ ,કોય જનજાતિ આંદોલન , સરદાર સંઘર્ષ,છોટા નાગપુર સંઘર્ષ, આસામમા ખાસી સંઘર્ષ, ગુજરાતમા ભીલ સંઘર્ષ , સંથલ ક્રાંતિ, જેવા અનેક જગ્યાએ 60 નાના મોટા આંદોલનો થયા હતા.આ દરમિયાન યોજવામાં આવેલા પ્રદર્શનમાં 50થી વધુ નાયકોએ કરેલ સંઘર્ષની ગાથા રજૂ કરાઈ હતી.કાર્યક્રમને સફળ બનાવવા કુલસચિવ ડૉ. જી.એમ. બુટાણીના માર્ગદર્શનમા પ્રો.જીતેન્દ્ર વસાવા, રોશની પાંડોર, મોહિત જોશી, ભુપેન્દ્રભાઈ તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...