ભક્તોનું ઘોડાપુર:કચ્છમાં માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા

કચ્છ (ભુજ )10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં બિરાજમાન આઈ શ્રી આશાપુરામાંના સ્થાનક માતાના મઢ ખાતે નવરાત્રિ પૂર્વે જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. કચ્છ અને બહારથી ભાવિકો પગપાળા અને વાહનો મારફતે અહીં મા આશાપુરાના દર્શનનો લાભ લઇ રહી રહ્યા છે. ભક્તોની સુવિધા માટે જિલ્લાના માર્ગો પર અનેક સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. માર્ગો જય માતાજીના નાદથી ગુંજી રહ્યા છે.

ટ્રસ્ટ દ્વારા પ્રસાદ વ્યવસ્થા ગોઠવવામાં આવી
આજે વહેલી સવારથી નિજ મંદિરમાં 20 હજાર જેટલા શ્રદ્ધાળુઓના આગમનને પગલે મંદિર સંકૂલ સાંકડુ બની રહ્યું છે. જાગીર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે, આ વચ્ચે ગામની ગટર સમસ્યાએ ફરી માથું ઊંચકતા ગ્રામ પંચાયત માટે મુશ્કેલી ઉભી થઇ હતી. તંત્ર દ્વારા તાકીદની કામગીરી કરી વ્યવસ્થા સુચારુ બનાવી દેવામાં આવી છે.

ગઈકાલે 25 હજાર ભક્તોએ માતાજીના દર્શન કર્યા
કોરોનાકાળના બે વર્ષ બાદ નિર્વિઘ્ને શરૂ થયેલી ભાવિકોની પદયાત્રા સેવા કેમ્પના બળે આગળ ધપી રહી છે. આ સિવાય ખાનગી અને અન્ય વાહનો મારફતે પણ આસ્થાળુઓ માતાના મઢ સ્થિત મા આશાપુરાના દર્શને ઉમટી રહ્યા છે. ગઈકાલે 25 હજાર જેટલા ભક્તોએ નિજ મંદિરમાં મા આશાપુરાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી પણ ભાવિકજનોનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે. અલબત્ત ગામના બજાર ચોકમાં ગટર ચેમ્બર ફરી ઓવરફ્લો થતા દૂષિત પાણી માર્ગો પર રેલાઈ રહ્યુ હતું. જોકે, તંત્ર દ્વારા તાકીદના ધોરણે કામગીરી શરૂ કરીને સમસ્યાને થાળે પાડી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...