કચ્છમાં આવેલી નર્મદાની કેનાલોમાં ગાબડા પડવા એ મોટી બાબત નથી.તાજેતરમાં નવી બનેલી કેનાલમાં બીદડા પાસે 24 કલાકમાં જ બે ગાબડા પડતા સરકારની પોલ પાધરી થઈ ગઈ છે.આ દરમ્યાન વાગડની જો વાત કરીએ તો અહીં પેટાકેનાલ બનીને તૈયાર છે પણ તેમાં પાણી નહિ પણ ઘાસ ઊગી નીકળ્યું છે.જેથી ખેતર જેવો આભાસ થાય છે.તેમજ ઘણા સ્થળોએ તો માટી પણ ધસી પડી છે.
ફતેહગઢથી ગાગોદરની પેટા કેનાલ અંદાજે 57 કિલોમીટરની છે.જેમાં રાપર તાલુકાના થોરિયારી સુધી અનેક જગ્યાએ ગાબડા જોવા મળે છે.કેનાલની પાસે જ માટી નાખી હોવાથી વરસાદના કારણે માટીનું ધોવાણ થઈ રહ્યું છે.જેના કારણે થોરિયારી,રામપરવાંઢ, ગાગોદરના ખેડૂતો કેનાલના પાણીના મળવાથી આગામી શિયાળાની સીઝનમાં પાકથી વંચિત રહેવાની સંભાવના છે. ગાગોદર પાસે પેટા કેનાલમા અંડરગ્રાઉન્ડ સાયફનમા માટી પણ માટીથી પુરાઈ ગઈ છે જેના કારણે થોરિયારી તરફ કેનાલનું પાણી પહોંચાડવું અશક્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.