વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ:6 બેઠક ને ઉમેદવારી માટે હતા 6 દિવસ : પ્રથમ ત્રણ દિવસમાં એકપણ ઉમેદવારે ફોર્મ ન ભર્યું

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવા રોપાઇ ગયા, પંડિતો તૈયાર છે પરંતુ મુરતિયાના દર્શન દુર્લભ
  • ગુરૂ-શુક્ર અને અંતિમ દિવસ સોમવારે નામાંકનપત્રો ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતા

વિધાનસભાની 6 બેઠકો પર સામાન્ય ચૂંટણી તા.1-12ના યોજાવાની છે, જેને લઇને તંત્ર પણ સજ્જ છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે તા.5-11થી તા.14-11 સુધી જાહેર રજાના દિવસોને બાદ કરતાં 6 દિવસ દરમ્યાન 3 િદવસમાં અેકેય ઉમેદવારે નામાંકનપત્ર ભર્યું નથી. હવે બાકીના ત્રણ દિવસ અેટલે કે, ગુરૂ, શુક્ર અને અંતિમ દિવસ સોમવારે ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતા સેવાઇ રહી છે.

વિધાનસભાની ચૂંટણી તા.1-12ના યોજાશે અને તેનું પરિણામ 8-12ના જાહેર કરવામાં અાવશે, જેને લઇને તા.5-11થી ઉમેદવારી ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, જે તા.14-11 સુધી ચાલુ રહેશે જો કે, અા દિવસો દરમ્યાન પણ કામના દિવસો અેટલે કે, જાહેર રજાના દિવસોને બાદ કરતાં નામાંકનપત્રો ભરવા માટેના દિવસો 6 છે, જેમાં પણ અત્યાર સુધી 3 દિવસ દરમ્યાન અેટલે કે, શનિવાર, સોમવાર અને બુધવારના અેકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા તૈયારીઅોને અાખરી અોપ અાપવામાં અાવી રહ્યો છે અેટલે કે, માંડવા રોપાઇ ગયા છે.

પંડિતો સજ્જ છે અને લગ્ન માટે કોડભરી કન્યારૂપી ચૂંટણી સજીધજીને તૈયાર છે પરંતુ મુરતિયા દુલર્ભ છે. જો કે, તા.12-11ના બીજા શનિવારની રજા અને તા.13-11ના રવિવારની રજા હોઇ હવે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 6માંથી માત્ર 3 દિવસ અેટલે કે, ગુરૂવાર, શુક્રવાર અને સોમવાર છે, જેથી હવે કામના અા ત્રણ દિવસ દરમ્યાન મુરતિયાઅોનો રાફડો ફાટે તેવી શક્યતા સેવાઇ રહી છે. અત્રે અે પણ નોંધવું રહ્યું કે, મુખ્ય રાજકીય પક્ષો દ્વારા હજુ સુધી ઉમેદવારો જાહેર કરાયા નથી, જેથી ફોર્મ ભરાયા નથી પરંતુ અા વખતે અપક્ષ ઉમેદવારો પણ હજુ સુધી અાગળ અાવ્યા નથી.

શુક્ર, શનિ કર્મચારીઅો માટે ચૂંટણીલક્ષી તાલીમ
કલેક્ટર અને માન્ય રાજકીય પક્ષોના અગ્રણીઅોની હાજરીમાં પ્રથમ રેન્ડમાઇઝેશન અેટલે કે, તારવણી બાદ જિલ્લા મથક ભુજથી તા.8-11, મંગળવારના ઇવીઅેમ અને વીવીપેટ વિધાનસભાવાર ફાળવણી સાથે રવાના કરી દેવાયા છે. હવે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઅો, કર્મચારીઅોને તાલીમ અાપવા માટેનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. તા.11-11, શુક્રવાર અને તા.12-11 શનિવારના અધિકારી, કર્મચારીઅોને ચૂંટણી સંબંધી તાલીમ અાપવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...