એકાઉન્ટિબીલીટીનો અભાવ:જિલ્લા પંચાયતમાં કેન્ટિન-ઝેરોક્ષ રૂમના ભાડાનો રેકર્ડ નથી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અોડિટમાં ટેન્ડર, કરાર, ભાડાની વસુલાત, વીજળી, પાણી સેવાની વિગત મંગાઈ હતી
  • ભાડાની આવક અને લાઇટબીલની રકમ કોણ ભોગવે છે તે માહિતી ન મળી: તપાસ બાદ કાર્યવાહી કરવા વિકાસ કમિશનરનું અંગત ધ્યાન દોરાયું

જિલ્લા સ્થાનિક હિસાબ ભંડોળે અોડિટ દરમિયાન જિલ્લા પંચાયતમાં અાવેલી કેન્ટિન અને ઝેરોક્ષ રૂમના ભાડાની અાવક અને સાધનિક રેકર્ડ રજુ ન થયાની નોંધ મૂકી હતી, જેમાં બાંધકામ શાખાઅે કેન્ટિનનું સંચાલન મંડળી હસ્તક છે અને ઝેરોક્ષ રૂમ પંચાયત શાખાઅે ઠરાવ કરીને મંડળીને સોંપેલું છે, જેથી હિસાબી શાખા પાસે રેકર્ડ ઉપલબ્ધ નથી. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયતે પંચાયત શાખાને લાગુ પડતું ન હોઈ માહિતી નીલ ગણવા જણાવ્યું હતું. જોકે, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે રેકર્ડ રજુ ન થવા અંગે વિકાસ કમિશન ગાંધીનગરના અંગત ધ્યાને દોર્યું હતું.

સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે કેન્ટિનના હિસાબો રજુ ન થવા બાબતે વાંધો લેતા નોંધ્યું છે કે, ત્રાહિત પક્ષકારને 1200 ચોરસ ફૂટ જેટલી જગ્યા ઉપયોગમાં લેવા અાપેલી હોય ત્યારે તેના કરાર, ભાડાની રકમ, માસિક, વાર્ષિક ભાડાના દર અને તે ભાડાની રકમ નક્કી થવી જોઈઅે. અે રકમ કોના દ્વારા વસુલ થાય છે અને ક્યાં જમા થાય છે તેની માહિતી હિસાબી વર્ષ 2007/05થી અોડિટને રજુ કરી નથી.

જ્યારે ઝેરોક્ષ રૂમ બાબતે નોંધ્યું છે કે, જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર પાસે રૂમ અાવેલું છે. જે રૂમ ઝેરોક્ષ માટે બહારની પેઢીને અાપવામાં અાવ્યું છે, જેથી તેના ભાડાની અાવક, તેના સાથે કરવામાં અાવેલા કરાર, જે અેજન્સીને અા રૂમ અાપેલું છે તેના દ્વારા જે લાઈટનો વપરાશ કરવામાં અાવે તે લાઈટ બિલની રકમ કોના દ્વારા ભોગવવામાં અાવે તે તે અંગેની માહિતી પણ હિસાબી શાખામાં રેકર્ડની ચકાસણી કરતા મળી નથી.

જવાબદારો પાસેથી વ્યાજ સાથેની વસુલાત સૂચવાઈ
અોડિટ વાંધામાં નોંધ મૂકાઈ છે કે, કેન્ટિન અને ઝેરોક્ષ રૂમ સહિતના કચેરીના મકાન અંગે બાંધકામ શાખાને તમામ કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ, બાંધકામ શાખાઅે અેવી કોઈ કાર્યવાહી કરી નથી તો કઈ શાખા દ્વારા થાય છે અે પણ જણાવાયું નથી, જેથી તપાસ કર્યા બાદ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈઅે અને વ્યાજ સાથે વસુલાત કરવાની રહે છે.

સામાન્ય સભાના ઠરાવ કે કારોબારીની મંજુરી નથી
સામાન્ય સભામાં જગ્યા અાપ્યાના ઠરાવ અને કારોબારી સમિતિની મંજુરી મેળવી હોય તો તેના કોઈ રેકર્ડ અોડિટને રજુ કરેલું નથી. જ્યારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 110 મુજબ સરકારી મકાન અન્ય કોઈને ભાડે અથવા વાપરવા અાપવાનું થાય ત્યારે તેની મંજુરી સક્ષમ કક્ષાઅેથી લેવાની રહે છે.

જાહેર નિવિદા સિવાય પરબારે ભાડે
જે કિસ્સામાં કચ્છ જિલ્લા પંચાયત દ્વારા રૂમ ભાડે અાપેલું હોય તો જાહેર નિવિદા સિવાય કે ઈ-ટેન્ડર કાર્યવાહી કર્યા સિવાય ભાડે અાપી ન શકાય. પરબાર ભાડે અાપવા માટે સક્ષમ કક્ષાની મંજુરી મેળવેલી હોવી જોઈઅે. જેની પણ ખરાઈ કરાઈ નથી. જે કાર્યવાહીથી રૂમ અાપ્યું હોય તેનું રેકર્ડ હોવું જોઈઅે. જે રજુ કરવાનું રહે છે.

પૂર્વ મંજુરી લેવી પડે
ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ કચેરીની કોઈ મિલકત પટે, વેચાણ અથવા અન્ય રીતે અાપવી હોય તો યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી લઈને કરવાના રહે છે. અેમાંય 3 વર્ષ કરતા વધારે હોય તો પૂર્વ મંજુરી મેળવવાની રહે છે. પરંતુ, 2004માં અાપેલી મિલકતો 2021માં પણ ચાલુ હોઈ ત્રણ વર્ષ વધારાના સમયની કોઈ મંજુરી મેળવવામાં અાવેલી ન હોઈ તે અંગે પૂર્તતા કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...