શેરી ગરબીઓ ધૂમ મચાવશે:શહેરમાં આ વર્ષે વ્યવસાયિક નવરાત્રિ એકપણ નહિ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓવર બજેટને કારણે કોમર્શિયલ નવરાત્રિ કરવી હવે અશક્ય: 20 ગરબીઓ થશે

નવરાત્રિ એટલે ગુજરાતીઓ માટે નવ દિવસ માતાજીની આરાધના, છંદ અને રાત્રે દાંડિયારાસ માણવાનો મહોત્સવ. આ ઉત્સવ માણવા માટે ખેલૈયાઓ એક મહિના અગાઉથી પ્રેક્ટિસ કરતા હોય છે, તો ધાર્મિક લાગણી સાથે શેરી ગરબીઓના આયોજકો પણ સજ્જ થઈ અને નવ દિવસ માતાજીની આરાધના માટે ઉત્સુક હોય છે.

છેલ્લા થોડા વર્ષોથી નવરાત્રિનું વ્યવસાયીકરણ થવાથી મોટાભાગના યુવાઓ મોટી એન્ટ્રી ફી ચુકવીને શહેરમાં થતી બે થી ત્રણ નવરાત્રિમાં ભાગ લેવા જતા હતા. 2020 અને ‘21 બે વર્ષ આ કોમર્શિયલ નવરાત્રિનું આયોજન થયું નહોતું, પરંતુ આ વર્ષે બે ને બદલે ત્રણ વ્યવસાયિક નવરાત્રિ મહોત્સવ થાય તેવી શક્યતાની સામે એક પણ નહીં થાય તેવા સમાચાર મળી રહ્યા છે. તો બીજી તરફ ભુજની કોલોનીઓ અને કોટ વિસ્તારની અંદર શેરી ગરબીઓમાં યુવાઓ ગરબા અને દાંડિયામાં ઝુમશે.

એક સમયે ભુજ શહેરમાં અને કોલોની વિસ્તારમાં 50થી વધુ ગરમીઓનું આયોજન થતું હતું જે ધીમે ધીમે કોમર્શિયલ નવરાત્રિ મહોત્સવ શરૂ થતા ઘટતું ગયું. પરોઠા કાર્ડ દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવાથી બે વર્ષ વ્યવસાયિક નવરાત્રિ યોજાઇ નહોતી જ્યારે આ વર્ષે ધામધૂમથી ઉજવાય તેવી શક્યતાઓનો છે ત્યારે ઉડી ગયો કે જ્યારે ડ્રીમ્સ અને રોટરી નવરાત્રિ મહોત્સવના આયોજકોએ જણાવ્યું કે આ વર્ષે તેઓ આ મહોત્સવ નથી ઉજવવાના.

આ આયોજનમાં લાખો રૂપિયાનું રોકાણ થતું હોવાથી તેના ટિકિટના દર ઊંચા રાખવા પડે અથવા તો તેનામાં આવતી ખોટ કોણ સરભર કરે તેવા વિષય પણ આયોજન ન કરવાના કારણરૂપ ગણવામાં આવે છે. ભુજ ગરબી મંડળના પ્રમુખ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શહેરની અંદાજે 20 જેટલી ગરબીઓ આ વખતે આયોજન કરે તેવી શક્યતા છે. વોકળા ફળિયા, હાંડલા, ગેરવાળી વંડી, ઉત્તર ગુજરાત જેવી ગરબીઓ ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. માતાજીની સ્થાપના અને તેને ફરતે ગરબા ગાવાની પરંપરા આ વર્ષે વધુ દેખાશે તે નક્કી છે.

ફાર્મ હાઉસમાં આયોજન ખાસ વર્ગ માટે જ
નવરાત્રિનું વ્યાપારીકરણ થયા બાદ થોડા વર્ષો સુધી ગામની ગરબીઓ પણ ખેલૈયા વગરની થઈ જતા બંધ કરવી પડે તેવી હાલત વચ્ચે આ વર્ષે એક પણ કોમર્શિયલ નવરાત્રિ નહીં થાય ત્યારે ફરીથી આ ગરબીઓ ગાજી ઉઠશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાનગી ફાર્મ હાઉસમાં નવરાત્રિનું આયોજન થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ નવરાત્રિ ચોક્કસ વર્ગને જ પરવડે તેવી સિઝન ટિકિટ સાથે હોવાથી ભુજની આમ જનતા માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બને છે.

અન્ય સમાચારો પણ છે...