લખપત તાલુકાના લાખાપર ગામે પખવાડિયા પૂર્વે ગામના જાણીતા રામદેવપીર મંદિર ખાતે ચોરીની ઘટના બની હતી.આ ઘટનામાં તસ્કરો મંદિરના તાળાં તોડી રોકડ, દાગીના અને સીસીટીવી કેમરા ચોરી ગયા હતા. જેની મંદિર ટ્રસ્ટ વતી પુજારીએ પોલીસ ફટીયાદ નોંધાવી હતી. પરંતુ આ કેસનો ભેદ હજી સુધી ઉકેલી શકાયો નથી. તેથી આજે નારાજ ગ્રામજમોએ દયાપર પોલીસ મથકે રૂબરૂ પહોંચી મંદિર ચોરીમાં સામેલ તસ્કરોને વહેલી તકે ઝડપી પડવાની માગ કરી હતી. જો આગામી સમયમાં આરોપીઓ નહિ પકડાય તો તાલુકા કક્ષાનું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ લેખિતમાં અપાઈ હતી.
લાખાપર રામદેવપીર મંદિર સેવા ટ્રસ્ટના નેજા હેઠળ આજે આગેવાનોએ દયાપર પોલીસ સ્ટેશન ખાતે પીએસાઈને આલેખીને લખેલું આવેદનપત્ર આપ્યું હતું. તેમાં ગત તા. 25 ડિસેમ્બરના મંદિર ખાતે બનેલા ચોરીના બનાવનો ભેદ ઉકેલવા માગ કરાઈ હતી. સાથે વહેલાસર ભેદ ઉકેલવામાં આવશે નહિ, તો સમગ્ર લખપત તાલુકાના હિન્દૂ સમાજના સહકાર સાથે મંદિર ટ્રસ્ટ ઉગ્ર આંદોલન કરશે. રજૂઆતમાં વેસલજી જાડેજા, વેસલજી કે. જાડેજા, હસમુખ ડી. પટેલ અને રતનજી આર. જાડેજા વગેરે અગ્રણીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અંજારના મેઘપર બોરીચીની હદમાં રહેલા મકલેશ્વર મહાદેવ મંદિરમાં એક વર્ષ બાદ ગઈકાલે ફરી બીજી વખત ચોરીની ઘટના બની હતી જેમાં પ્રથમ ચોરીનો ભેદ પણ હજુ સુધી ઉકેલી શકાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.