ભુજમાં રસ્તાની ખસ્તા હાલત સુધરે ત્યાં આ સરળ અને સારા રસ્તા પર ગતિ અવરોધક બનાવી વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બનાવી નખાય છે. એટલું જ નહીં મુખ્ય રસ્તાઓ કે શાળા-કોલેજ હોય તો સમજ્યા, પરંતુ કારણ વગર કોઈ વ્યક્તિના તંત્ર સાથે સુમેળભર્યા સંબંધો હોય તો પણ તેના ઘર પાસે સ્પીડ બ્રેકર બનાવી નાખવા સામાન્ય થઈ ગયું છે.
ભુજને ફરતે કુલ 54 કિલોમીટરના રસ્તા છે, તો તેનાથી ચાર ઘણા સ્પીડ બ્રેકર હશે. વાસ્તવમાં માર્ગ મકાન વિભાગ પાસે ખાસ ડીઝાઈન તૈયાર હોય છે. તે પ્રમાણે જ બનાવવા જરૂરી હોય છે. પરંતુ સુધરાઇ કે અન્ય સંલગ્ન તંત્ર આ નિયમો મુજબ બનાવતા જ નથી.
માર્ગ મકાન વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ડીઝાઈન મુજબ ગતિ અવરોધકની મધ્યમાં ઊંચાઈ 10 સે.મી. અને તેની પહોળાઈ 5 મીટર હોવી જોઈએ. જેથી વાહન ચાલકને શારીરિક તકલીફ પણ ન પડે અને સ્પીડ લિમિટ પણ કરવી પડે. મેટ્રો સિટીમાં આ નિયમ મુજબ જ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.