ક્રાઇમ:યુવાન જે દુકાને કામ કરતો ત્યાંથી જ 4.55 લાખનો સામાન ચોર્યો હતો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશન રોડના ઇલેક્ટ્રિક ઉપકરણના વેપારીએ નોકર સામે ગુનો નોંધાવ્યો
  • માલિકની​​​​​​​ નજર ચૂકવી ચાર મહિનાથી ચોરી કરતો હોવાનું ખુલ્યું

એલસીબી અને એ ડિવિઝન પોલીસ સોમવારે આત્મારામ સર્કલ પાસેથી ઇલેકટ્રિક સામાન સાથે પકડેલા બે આરોપીઓની પુછતાછમાં સ્ટેશન રોડ પર આવેલી ગીતા ઇલેક્ટ્રિકલ નામની દુકાનમાં પોતે નોકરી કરતા હોવાનું અને છેલ્લા ચાર માસથી દુકાનમાંથી ચોરી કરી બારોબાર માલ વેચતો હોવાનું અને કુલ 44 લાખ 55 હજારનો અત્યાર સુધી મુદામાલની ચોરી કરી હોવાનું સામે આવતાં દુકાનદાર વેપારીએ આરોપી વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે ભુજના સ્ટેશન રોડ પર આવેલી ગીતા ઇલેક્ટ્રિક માર્ટ અને ગીતા સ્ટોર નામની દુકાન ધરાવતા અને લાલ ટેકરી વિસ્તારમાં રહેતા વેપારી મનોજભાઈ છગનલાલ અમૃતીયા (પટેલ)ને પોલીસે બોલાવ્યા હતા. અને આરોપીઓના કબજામાંથી મળી આવેલ ઈલેકટ્રીક ઉપકરણો બાબતે પુછતા કરતાં આ સામાન તેમની દુકાનનો હોવાનું જણાવ્યું હતું. અને પકડાયેલ અંજુમ જુસબ સમા રહે કેમ્પ એરિયાવાળો તેમની દુકાનમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

બાદમાં ચોરાઉ મુદામાલ તેમની દુકાનનો છે કે, કેમ તેમ પુછતા ફરિયાદી વેપારીએ જણાવ્યું હતું કે, આરોપી અંજુમ સમા છેલ્લા ત્રણથી મહિનાથી તેમની દુકાનમાં કામ કરતો હોઇ દુકાનમાંથી લાઇટ, પંખા, સહિતના ઇલેકટ્રિક ઉપકરણો મળી કુલ 4 લાખ 55 હજારનો સામાન ચોરી કરી ગયો હોવાનું પોલીસ સમક્ષ કબુલતાં આરોપી વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...