સુંદરતા:વરસાદ બાદ કચ્છના ગ્રાન્ડ કેન્યન એવા કડિયા ધ્રોની કોતરોમાં કુદરતની કમાલ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસાના પ્રારંભિક દિવસોમાં જ મેઘરાજાએ કચ્છને પૃપ્ત કર્યા છે. ખાસ કરીને અબડાસા, લખપત, નખત્રાણા અને માંડવીમાં તો અતિવૃષ્ટીનું જોખમ ૰ઊભુ થયું છે. અા વિસ્તારની નદીઅો બંન્ને કાંઠે વહેતી થઇ છે. તળાવો અને ડેમો અોવરફ્લો થયા છે. તેમાય નખત્રાણા તાલુકાના વિશ્વ વિખ્યાત કડિયા ધ્રોની કોતરોમાં પાણી ખળખળ વહી રહ્યા છે.

અા સ્થળની તો ન્યુ યોર્ક ટાઇમ્સે પણ નોંધ લઇ દુનિયાભરમાં ફરવા લાયક પ્રવાસન સ્થળો પૈકીનું અેક બતાવ્યું હતું. હજારો વર્ષની હવાની થપાટો અને પાણીના વહેણના લીધે અહીં કુદરતે જાણે નકશી કામ કર્યું હોય તેવી કોતરો સર્જાઇ છે. તેમાય ઉપરથી ડ્રોન તસવીરમાં અા સ્થળની સુંદરતા શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય થઇ જાય છે. અામેય કચ્છની ધરતી અેવી છે કે વરસાદમાં તેનું નવુ જ રૂપ બહાર અાવે છે. કચ્છના ઇતિહાસમાં અમર થઇ ગયેલા રાજા લાખા ફુલાણીઅે પણ વરસાદ બાદ કચ્છની ધરતી અંગે વખાણોના પુલ બાંધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...