કામગીરી:હમીરસરની આવમાં અવરોધક યુનિવર્સિટીની દીવાલ તોડાઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેસીબીથી દીવાલ તોડવાની કામગીરી - Divya Bhaskar
જેસીબીથી દીવાલ તોડવાની કામગીરી
  • હૃદય સમાન તળાવમાં જોઇએ એવી પાણીની આવક ન આવતા તંત્ર જાગ્યું
  • ફાટેલ તળાવમાં પાટિયા કાઢી લેવાયા હતા જે પુન: લગાવાયા
  • કુદરતી વહેણોમાં ઈજનેરી કૌશલ્ય વિના કરાયેલા ફેરફારને કારણે તળાવ ઓગનતું નથી

ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારે વરસાદ બાદ પણ પૂરતા પ્રમાણમાં અને પૂરતા વેગથી પાણી અાવતું નથી. જેની પાછળ કુદરતી વહેણોમાં ઈજનેરી કાૈશલ્ય વિના કરાયેલા ફેરફાર કારણભૂત છે. અેવું જણાવતા નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, જાત નિરીક્ષણ બાદ સંબંધિતોના સહયોગથી તળાવના વહેણ અાડે માનવસર્જિત રૂકાવટો દૂર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેમાં સાૈ પ્રથમ કચ્છ યુનિવર્સિટીની દીવાલ તોડી પડાઈ હતી.

વહેણો આડે ઝાડી ઝાંખરા દુર કરાયા
વહેણો આડે ઝાડી ઝાંખરા દુર કરાયા

નગરપતિ ઘનશ્યામ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, હમીરસર તળાવમાં પાણીની અાવક કચ્છ યુનિવર્સિટી માર્ગે પણ હતી. પરંતુ, વહેણ અાડે દીવાલ ચણી દેવાયેલી જણાઈ હતી, જેથી કચ્છ યુનિવર્સિટીના અધિકારીઅો જોડે ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં તેમનો પૂરતો સહયોગ મળ્યો હતો, જેથી દીવાલ તોડી પડાઈ હતી. વળી, પાણીના વહેણને પૂરતો ખુલ્લો માર્ગ નથી. માત્ર પાઈપ નાખી દેવાયા છે. જેને અાડે પણ ઝાડી ઝાંખરા અાવી ગયા હતા, જેથી સાફ સફાઈ કરાઈ હતી.તેમણે બીજું કારણ રજુ કરતા જણાવ્યું હતું કે, ભુજથી સેડાતા પાસે ફાટેલ તળાવ પાસેથી હમીરસર તળાવની અાવ પસાર થાય છે.

ફાટેલ તળાવમાં પાટિયા લગાવાયા
ફાટેલ તળાવમાં પાટિયા લગાવાયા

જ્યાં પણ હમીરસર તળાવ અોગની જાય ત્યારે પાટિયા ખોલી નાખવામાં અાવતા હતા, જેથી પાણી ફાટેલ તળાવમાં વહી જાય. પરંતુ, કોઈકે રાજાશાહીના વખતની વ્યવસ્થામાં રૂકાવટ નાખી છે અને પાટિયા કાઢી નાખ્યા છે, જેથી હમીરસર તળાવની કુદરતી અાવનું વરસાદી પાણી ફાટેલ તળાવમાં ફંટાઈ જાય છે. જે સ્થળે ફરી પાટિયા લગાડી દેવાયા છે, જેથી હમીરસરમાં પાણી અાવવા લાગ્યું હતું. નોંધનીય છે કે 2020માં પણ ભુજમાં અધધ વરસાદ બાદ પણ માંડ માંડ હમીરસર ઓગન્યુ હતું. ત્યારે પણ તળાવના આવની ચર્ચા ઉભી થઇ હતી

સતત નિરીક્ષણ જરૂરી છે : નગરપતિ
પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, હમીરસર તળાવ અોગને અે માટે રાજાશાહીના વખતમાં કુદરતી વહેણ જીવંત રખાયા હતા. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષથી ઈજનેરી કાૈશલ્ય વિના ફેરફાર થઈ રહ્યા છે. જેની અાડ અસર રૂપે તળાવ છલકાતું નથી. તળાવના કુદરતી વહેણોમાં સતત નિરીક્ષણ જરૂરી છે, જેથી ઈજનેરી કાૈશલ્ય વિનાના માનવસર્જિત કારણો વહેણમાં રૂકાવટનું કારણ ન બને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે જ્યારે તળાવ બનાવવા અને જીવંત કરવા કહ્યું છે ત્યારે અે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...