કારણ અકબંધ:ગેસ્ટહાઉસના રૂમમાં વેઇટરે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામકુનરીયાના યુવકના મોત પાછળ કારણ અકબંધ

ભુજની મહેન્દી કોલોની વિસ્તારમાં ગ્રીન હોટલના ગેસ્ટહાઉસના બીજા માળે આવેલા રૂમમાં જામકુનરીયાના યુવાન વેઇટરે સોમવારે સાંજે કોઇ અગમ્ય કારણો પંખાના હુકમાં દોરી વડેે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સોમવારે સાંજે પોણા આઠ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. 23 વર્ષીય નેતાભાઇ વાઘાભાઇ ડુંગરીયા (મારવાડા) રહે જામકુનરીયા નામનો યુવાન છેલ્લા બેથી ત્રણ વર્ષથી મહેન્દી કોલોની પાસે આવેલા ગ્રીન હાઉસના ગેસ્ટ હાઉસમાં રહીને હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો. રવિવારની રાત્રી ડ્યુટી પુરી કરીને પોતાના ગેસ્ટાઉસ ખાતે બીજા માળે આવેલા રૂમમાં આવી ગયો હતો.

દરમિયાન સોમવારે સાંજે કોઇ અગમ્ય કારણોસર રૂમમાં પંખાના હુંકમાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં તેમના ભાઇ અભુભાઇ વાઘાભાઇ ડુંગરીયા (રહે. જામકુનરીયાવાળા) લઇ આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર રહેલા તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...