મતના લેખા જોખા:શહેરના 11 વોર્ડના મતદારોએ કોંગ્રેસ પક્ષને ત્રીજા નંબરે રાખ્યો !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાજપને 42377, AIMIMને 13931, કોંગ્રેસને 12657, આપને 4469 મત
  • નોટા સહિત તમામ ઉમેદવારોને કુલ 75561 મતો મળ્યા હતા

ભુજ વિધાનસભા બેઠકની મત ગણતરી ઈ.વી.અેમ.ના 23 રાઉન્ડ અને પોસ્ટલ બેલેટના 1 રાઉન્ડથી પૂરી થઈ હતી, જેમાં કુલ 1 લાખ 80 હજાર 225 મતોમાંથી સાૈથી વધુ ભારતીય જનતા પાર્ટીને 96582, ત્યારબાદ બીજા નંબરે કોંગ્રેસ પક્ષને 36768, ત્રીજા નંબરે અોવૈસીની પાર્ટીને 31295, અામ અાદમી પાર્ટીને 8060 મતો મળ્યા હતા, જેથી ભારતીય જનતા પાર્ટીઅે કોંગ્રેસ ઉપર 59814 મતોની સરસાઈ મેળવી લીધી હતી.

પરંતુ, જેમ અેકથી 10 રાઉન્ડમાં કોંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી અેમ ભુજ શહેરના 11 વોર્ડમાંથી ચારે પક્ષોને મળેલા કુલ મતોમાંથી પણ કોંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી. શહેરના કુલ 11 વોર્ડમાંથી જુદા જુદા ઉમેદવારોને કુલ 75561 મત મળ્યા છે, જેમાંથી સાૈથી વધુ ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલને 42377, બીજા નંબરે અોવૈસીની પાર્ટીના ઉમેદવાર સકીલ સમાને 13931, કોંગ્રેસના ઉમેદવાર અરજણભાઈ ભુડિયાને 12657 અને અામ અાદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પિંડોરિયાને 4469 મતો મળ્યા છે.

પ્રથમ ત્રણેય વોર્ડમાં ઓલ AIMIMના અોવૈસીનો પ્રભાવ
વોર્ડ નં.1માં સાૈથી વધુ અોવૈસીની પાર્ટીને 3495, ત્યારબાદ કોંગ્રેસને 1714, ભાજપને 1556 અને અામ અાદમી પાર્ટીને 573 મતો મળ્યા હતા. જ્યારે બીજા વોર્ડમાં અોવૈસીની પાર્ટીને 2064, ભાજપને 1623, કોંગ્રેસને 945 અને અામ અાદમી પાર્ટીને 280 મતો મળ્યા હતા. અેવી જ રીતે ત્રીજા વોર્ડમાં અોવૈસીની પાર્ટીને 3178, ભાજપને 2807, કોંગ્રેસને 1845, અામ અાદમી પાર્ટીને 551 મતો મળ્યા હતા. અામ, ત્રણેય વોર્ડના કુલ 21452 મતોમાંથી સકીલ સમાને 8737, કેશુભાઈને 5986, અરજણભાઈને 4504, રાજેશભાઈને 1404 મળ્યા હતા.

શહેરીજનોઅે 1119 નોટાને પસંદ કર્યો
ભુજ શહેરના વોર્ડ નં. 1માં 117, નં. 2માં 101, નં. 3માં 125, નં. 4માં 72, નં. 5માં 99, નં. 6માં 106, નં. 7માં 135, નં. 8માં 111, નં. 9માં 53, નં. 10માં 91 અને નંબર 11માં 109 મળીને કુલ 1119 મત નોટામાં પડ્યા હતા, જેમાં સાૈથી વધુ વોર્ડ નંબર 7માં 135 અને સાૈથી અોછા વોર્ડ નંબર 9માં 53 લોકોઅે નોટા ઉપર પસંદગી ઉતારી છે. જે નગરસેવકોઅે ધ્યાનમાં રાખીને વિચારવું જોઈઅે કે, તેમના વોર્ડમાં કેટલા નાગરિકો અકળાયેલા છે.

વોર્ડ નં. 4થી 11 સુધી મોદીનો જાદૂ બરકરાર
વોર્ડ નં. 4થી 11 સુધી નોટા સહિત તમામ ઉમેદવારોને કુલ 54109 મતો મળ્યા હતા, જેમાંથી કેશુભાઈને 36391, કોંગ્રેસને 8153, સકીલને 5194 અને રાજેશ પિંડોરિયાને 3065 મતો મળ્યા છે. અામ, વોર્ડ નંબર 4થી 11 સુધી દરેક વોર્ડમાં અેક તરફ ભાજપને લીડ મળી છે.

અન્ય સમાચારો પણ છે...