• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The UP Chief Minister Addressed The Public Meeting, Listed The Country's Security, Prosperity And Respect For Faith And Appealed To Vote For The BJP.

રાપરમાં યોગી:યુપીના મુખ્યમંત્રીએ જનસભાનં સંબોધી, દેશની સુરક્ષા, સમૃદ્દિ અને આસ્થાના સન્માનને યાદી રાખી ભાજપને મત આપવા અપીલ કરી

કચ્છ (ભુજ )7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની રાપર બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં આજે બુધવાર બપોરે રાપરના પ્રાગપર ચાર રસ્તા નજીકના ગ્રાઉન્ડના સભા મંચ પરથી ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જંગી જનસભાને સંબોધી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા ભાજપ તરફી મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. તેમણે ગુજરાત ભૂમિના વિરલ મહાનુભાવોને યાદ કરી દેશના વિકાસમાં ભગવાન કૃષ્ણથી વડાપ્રધાન મોદી સુધીના પ્રસંગોને બિરદાવ્યા હતા.

રાપર વિધાનસભા બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની જન સમર્થન સભા ખાતે ઉપસ્થિત રહેલ યુપીના મુખ્યમંત્રી યોગીએ પોતાના ભાષણની શરૂઆત રાપર અને કચ્છની ખમીરવંતી જનતાને મારા રામ-રામ એમ ગુજરાતીમાં બોલીને કરી હતી. તેમણે નજીકના કંથકોટને યાદ કરી અહીં નાથ સંપ્રદાયના સંતોની ઉગ્ર તપસ્યા પ્રત્યે આદરભાવ દર્શાવી કંથકોટના કિલ્લાને જાડેજા કુળના પરિવારે બંધાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આગળ બોલતાં કહ્યું હતું કે કોંગ્રેસ કાળમાં ગુજરાતમાં તોફાન, કરફ્યુ અને ગુંડાગીરી થતી હતી જે આપણા દેશના વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નાબૂદ થઈ છે. હાલ કોંગ્રેસ ભારત જોડો યાત્રા યોજી રહી છે. તેમાં દેશના રાષ્ટ્રગાન ના બદલે ફિલ્મી ગીત વાગે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશમાં સલામતી, સમૃદ્ધિ અને આસ્થાનું સન્માન થઈ રહ્યું છે. અયોધ્યામાં વિશાળ રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. શુ રામ મંદિર કોંગ્રેસ બનાવી શકે ? એવો પ્રશ્ન પણ લોકો સમક્ષ પૂછ્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સહિતના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી ગુજરાત અને દેશ વિકાસમાં ભાજપના ઉમેદવારને મત આપી વિજય બનાવવા લોકોને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે મંચ પર ભાજપનાં કચ્છ ચૂંટણી પ્રભારી અને યુપીના કેબિનેટ મંત્રી સ્વતંત્રસિંહ, રાપર બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ વલમજી હૂંબલ, એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ , પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, લક્ષમનસિંહ સોઢા, મહેન્દ્ર પટેલ, રામજી સોલંકી, જગા આહીર વિકાસ રાજગોર વગેરે સાથે વિશાળ સંખ્યમાં જનમેદની હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...