• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The University Has Sanctioned An Additional 200 Seats For The Future Of The Students As BA Seats Are Filled In Lalan College

ભાસ્કર એક્સક્લુઝિવ:લાલન કોલેજમાં BAની સીટ ભરાઈ જતાં વિદ્યાર્થીઓના ભાવિને લઇ યુનિવર્સિટીએ વધારાની 200 બેઠકો મંજુર કરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સેકન્ડ મેરિટ બહાર પડ્યા બાદ પણ 700 વિદ્યાર્થીઓ વેઇટિંગ લિસ્ટમાં હતા
  • 900 છાત્રોએ કરી અરજી : 18મીએ બીજું અને 10 મી તારીખે ત્રીજું મેરિટ બહાર પાડવામાં આવશે : પ્રિન્સિપાલ

ધો.12ના રિઝલ્ટ જાહેર થઈ ગયા બાદ મોટાભાગના વિદ્યાથીઓએ કચ્છ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી એડમિશન મેળવી લીધા છે તેમજ કોલેજોમાં શૈક્ષણિકકાર્ય પણ ચાલુ થઈ ગયું છે.જોકે હજીય યુનિવર્સિટીનું એડમિશન પોર્ટલ ખુલ્લું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરીને કોલેજમાં એડમિશન લઈ રહ્યા છે. દર વર્ષે ભુજની લાલન અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓનો પ્રવાહ વધુ હોવાથી તમામ સીટ ફૂલ થઈ જાય છે.

જેથી યુનિવર્સિટી દ્વારા વધારાની સીટ મંજુર કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પણ લાલન કોલેજમાં બીએ ફર્સ્ટ યરમાં તમામ સીટ ફૂલ થઈ જતા યુનિવર્સિટીમાં સીટ વધારવા માટે દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં 200 સીટ મંજુર કરવામાં આવી હોવાથી આગામી 10 તારીખે કોલેજ દ્વારા બીએ ફર્સ્ટ સેમેસ્ટરનું ત્રીજું મેરિટ બહાર પાડવામાં આવશે.લાલન કોલેજમાં બીએના અભ્યાસ માટે 145 વિદ્યાર્થીઓની 1 મળી કુલ 4 ડિવિઝન મંજુર થયેલા છે અને EWS અનામત 10 ટકા રાખવાનું હોવાથી કુલ 638 સીટ ઉપલબ્ધ છે.

18 મી તારીખે દ્વિતીય મેરીટ જાહેર કરવામાં આવ્યું હતું.કોલેજમાં મંજુર 638 સીટ સામે બે મેરીટમાં કુલ 751 વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યું હતું તેમ છતાં ત્રીજા મેરીટની પ્રતીક્ષાયાદીમાં 700 તેમજ રૂબરૂ જમા કરાવેલ અને ઓનલાઇન પોર્ટલ પર આવેલ અરજીઓ મળી કુલ 900 જેટલા વિધાર્થીઓએ અરજી આપી હતી.કોલેજમાં સંખ્યા ફૂલ થઈ ગઈ તેમ છતાં 900 જેટલા વિદ્યાર્થીઓ વેઇટિંગ લિસ્ટમાં હોવાથી વધારાની સીટ મંજુર કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી હતી.જેમાં યુનિવર્સિટીએ 200 સીટ મંજુર કરતા હવે પ્રવેશપ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે.

આ બાબતે પ્રિન્સીપાલ છત્રપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે,છાત્રોનો એડમિશન માટેનો ધસારો વધી જતાં વધારાની સીટની માંગણી કરવામાં આવી હતી.જેમાં 200 સીટ મંજુર થઈ હોવાથી મેરીટયાદી તૈયાર કરી 10 મી તારીખે કોલેજની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.ઘણા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે એકથી વધુ કોલેજ સિલેક્ટ કરતા હોય છે બાદમાં અન્ય કોલેજમાં એડમિશન લીધા બાદ જાણ કરતાં ન હોઈ વેઇટિંગ લિસ્ટ લંબાઈ જાય છે.વેરિફિકેશન કરી તબક્કાવાર છાત્રોને એડમિશન આપવામાં આવશે.કોઈ પણ વિદ્યાથી પ્રવેશથી વંચિત ન રહી જાય તે પ્રાથમિકતા હોવાનું પણ ઉમેર્યું હતું.

કોલેજોની માંગણી પ્રમાણે વધારાની બેઠક મંજુર કરી આપીએ છીએ : રજીસ્ટ્રાર
કચ્છ યુનિવર્સિટીનું એડમિશન પોર્ટલ હજી પણ ખુલ્લું છે,ઘણી કોલેજોમાં વિદ્યાથીઓનો ધસારો વધી ગયો હોવાથી સીટ ભરાઈ ગઈ હતી.જેથી કોલેજની માંગણીના આધારે તેઓને વધારાની સીટ મંજુર કરવામાં આવી રહી છે.ડિવિઝન પ્રમાણે 20 - 20 સીટ મંજુર થતી હોવાનું કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...