યુનિવર્સિટીના ગેટ પાસે સવારે ઉત્તરવહીના 50 જેટલા પેકિંગ થયેલા બોક્સ પડયા હતા જેના લીધે કૂતુહલ સર્જાયું હતું. આ બોક્સ પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવેલી ટ્રકે ઉતાર્યા હતા, થોડા સમય પછી આવેલા અન્ય વાહનમાં લઇ જવાયા હતા. થોડા સમય માટે ગેટ પાસે રોડ પર પડી રહેલા બોક્સના કારણે અનેક ચર્ચા વહેતી થઇ હતી. યુનિવર્સિટીના ગેટ પાસે પડી રહેલા બોક્સ અંગે ડો. જી. એમ. બૂટાણી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, એજન્સી તરફથી પ્રિન્ટિંગ પ્રેસમાંથી ઉત્તરવહીઓ કચ્છ યુનિવર્સિટીમાં આવી હતી.
જથ્થો ટ્રકમાં યુનિવર્સિટી મોકલાયો હતો તેની સાથે એન્જિનિયરિંગ કોલેજની ઉતરવહી પણ સાથે મોકલાઇ હતી, જે જથ્થો ગેટ પાસે એન્જિનિયરિંગ કોલેજનું વાહન લેવા માટે આવ્યું હોવાથી ટ્રકમાંથી જથ્થો ત્યાં જ ઉતારી દેવાયો હતો, બાકીનો જથ્થો લઇ ટ્રક યુનિવર્સિટી અંદર ગઇ હતી. થોડા સમય માટે ઉતરવહીનો જથ્થો ગેટ પાસે હતો, એન્જિનિયરિંગ કોલેજનું વાહન ત્યા લેવા આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.