રણોત્સવને ખુલ્લો મૂકશે:મોરબી હોનારતથી મુખ્યમંત્રીના હસ્તે રણોત્સવના પ્રારંભની પરંપરા તૂટી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે સાંજે અચાનક સીઅેમનો કાર્યક્રમ કરાયો રદ
  • .વિધાનસભા અધ્યક્ષા અાજે ધોરડોમાં રણોત્સવને ખુલ્લો મૂકશે

ધોરડોના સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવનો પ્રારંભ મોટાભાગે મુખ્યમંત્રીના હસ્તે જ કરાતો હોય છે અને અા વખતે પણ મુખ્યમંત્રી ગુરૂવારે અાવવાના હતા પરંતુ મોરબી હોનારતના પગલે સરકાર પણ માછલા ધોવાતાં બુધવારના સાંજે અચાનક તેમનો કાર્યક્રમ રદ કરાયો છે અને હવે વિધાનસભાના અધ્યક્ષા રણોત્સવને ખુલ્લો મૂકશે.

અફાટ સફેદ રણમાં રણોત્સવ પ્રથમ વખત શરૂ થયો હતો ત્યારથી મોટાભાગે દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જ તેનો પ્રારંભ કરાતો હોય છે. રણમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે અને તે માસાંતે સુકાય તેવી શક્યતા છે. તે વચ્ચે નેતાઅોઅે રણોત્સવના પ્રારંભના ઢોલ વગાડવાના શરૂ કરી દીધા છે અને ગુરૂવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ અાવવાના હતા અને ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ કરાવવાના હતા,

જો કે, બુધવારના સાંજે અચાનક જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરાયો હતો. સૂત્રોના કહેવા મુજબ મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની ઘટનાથી સરકાર પર માછલા ધોવાય છે ત્યારે છેલ્લી ઘડીઅે અા કાર્યક્રમ રદ કરાયો છે. તા.3-11, ગુરૂવારના સવારે વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન અાચાર્ય રણોત્સવનો પ્રારંભ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...