દુષ્કર્મ:લગ્નની લાલચ આપી યુવતી સાથે ગુજારાયું દુષ્કર્મ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અભ્યાસ કરતી યુવતીને ભોળવી કૃત્ય આચરાયું હતું
  • ભોગબનનારને માર મરાયો : માધાપરના શખ્સ સામે ગુનો

શહેરમાં અભ્યાસ કરતી યુવતી સાથે પરિચય કેળવી તેને લગ્નની લાલચ આપીને અવારનવાર મરજી વિરુદ્ધ સબંધ બાંધવામાં આવ્યો હતો બાદમાં યુવતીએ યુવકની બહેનને આ વાત કહેતા આરોપીએ ભોગ બનનારને માર પણ માર્યો હતો.ભોગ બનનાર યુવતીએ સમગ્ર હકીકત અંગે પોલીસને જાણ કરતા આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ ક્રાઇમ અગેઇન્સ વુમન પીઆઈને સોંપવામાં આવી છે.

શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક રહેતી 27 વર્ષિય યુવતીએ પોલીસમાં જણાવ્યું હતું કે,માધાપર ગામે રહેતા આરોપી ધ્રુવ શામજીભાઈ બાલાસરાએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું.શહેરના એપાર્ટમેન્ટમાં તેમજ જદુરા ખાતે લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજારાયો હતો.લગ્નની લાલચ આપીને આરોપીએ આ બનાવને અંજામ આપ્યો હતો.

દરમ્યાન ફરિયાદીએ પોતાના તથા આરોપીના સબંધ વિશે આરોપીની બહેનને જાણ કરી હતી જેથી આવેશમાં આવીને આ બાબતનું મનદુઃખ રાખી ધ્રુવે યુવતીને માર પણ માર્યો હતો. જેથી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.જેની તપાસ ક્રાઇમ અગેઇન્સ વુમન પોલીસને સોંપવામાં આવતા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...