ભુજમાં નોકરીમાંથી પરત ઘરે જઇ રહેલી યુવતીને એક્ટિવા પર આવેલા બે શખ્સોએ પોતાના નંબર આપી પરેશાન કરી પજવણી કરતાં ભોગબનારે 108 મહિલા અભ્યમની ટીમને જાણ કરતાં આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા. મહિલા અભયમની ટીમએ કે યુવકોને સ્થળ પર બોલાવી કાયદાકીય ભાન કરાવીને તેમના પરિવારને બોલાવી યુવતીની માફી મંગાવી હતી.યુવતીના પરિવારે કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. બુધવારના રાત્રે એક 19 વર્ષીય યુવતી પોતાના કાર્ય સ્થળ પરથી પરત ઘરે એકલી જઇ રહી હતી ત્યારે એક્ટિવા પર આવેલા બે યુવકોએ યુવતીની પજવણી શરૂ કરી અને પોતાના મોબાઇલ નંબર આપ્યા હતા.
જે બાબતે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો. 181ના કાઉન્સેલર વૈશાલી બેન ચૌહાણ .મહિલા હેડ કોન્સ્ટેબલ સૂર્યા બેન રબારી તથા પાઇલોટ ભાવેશભાઈ ખભૂ ફોન ઉપર જણાવેલ ઘટાના સ્થળ દોડી જઇને ભોગબનાર યુવતીનું કાઉન્સિલીંગ કરતા યુવતીએ જણાવ્યું કે, તે કપડાની દુકાનમાં કામ કરે છે.
ત્યાથી ઘરે જતા સમયએ રસ્તામાં બે યુવક દ્વારા તેમનો અવાર નવાર પીછો કરી રહ્યા છે. અને પોતાના મોબાઇલ નંબર આપવાની કોશિશ કરી રહ્યા છે. જેથી ભોગબનાર યુવતીને હેરાન કરનાર યુવકને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યો હતો. યુવકે માફી માંગી હતી. ઘટના અંગે યુવકના પિતાને પણ વાકેફ કરતા યુવકના વાલીઓએ યુવતીની માફી માંગી હતી. ત્યાર બાદ યુવતીના પરિવારજનોએ આગળ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.