રોગોનું પ્રમાણ વધ્યું:જિલ્લામાં 3 માસમાં 108ની ટીમને 13281 કોલ મળ્યા, સાૈથી વધુ 1675 ઘંટડી રણકી ‘લૂ’ની

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીને કારણે ઝાડા-ઉલટી, તાવ, માથાના દુખાવાના કોલમાં પણ વધારો

સામાન્ય રીતે લોકો ઇમરજન્સીના કેસમાં 108 અેમ્બ્યુલન્સને ફોન કરતા હોય છે. રાજયમાં સાૈથી વધુ ગરમી કચ્છ જિલ્લામાં પડે છે. બપોરે અગિયાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી લોકો બહાર નિકળતા અકડાય છે. અંગદઝાડતી ગરમી અને અાકાશમાંથી વરસતી લુના કારણે માત્ર માર્ચ મહિનાથી જ ગરમીના લક્ષણો ધરાવતા ઇમરજન્સી કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અા ત્રણ માસમાં 108 ઇમરજન્સીને 13281 કોલ મળ્યા હતા જેમાંથી સાૈથી વધુ કેસ ગરમીના 1675 હોવાનું સામે અાવ્યું છે.

ઇમરજન્સી સારવાર મેળવવા માટે 108 અેમ્બ્યુલન્સને માર્ચ મહિનામાં 4294 ,એપ્રિલ મહિનામાં 4515 તો મે મહિનામાં 4472 કોલ મળ્યા છે. જે ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની તુલનાએ 17 ટકા વધારે હતા. આ 13,281 કોલમાંથી 1675 કોલ ગરમી સંબંધિત ઇમરજન્સીના હતા. માર્ચ મહિનાના અંતથી જ વધેલા કેસોના કારણે 108ના ઇએમટી અને પાયલટ પણ લોકોને સેવા પૂરી પાડવા સતત દોડી રહ્યા છે.

રાબેતા મુજબના ઇમરજન્સી બનાવો વચ્ચે ગરમીના કારણે વધતી બીમારીઓના કારણે આ કર્મચારીઓના કામ પર પણ ભારણ વધ્યું છે. આ ગરમીમાં ટુ-વ્હીલર પર મુસાફરી કરતી વેળાએ લૂ લાગવી, તાપના કારણે પડી જવું, ચક્કર આવવા બેભાન થઇ જવું તેવી તકલીફો લોકોને સહન કરવી પડે છે. ત્યારે જ ગરમીના કારણે તાવ, શરદી, ઝાડા, ઉલ્ટી અને પેટના દુખાવા જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે.

રાજયમાંથી કચ્છ ટીમની સિવિયર અેવોર્ડ માટે પસંદગી
દર મહિને 108 ઇમરજન્સી દ્વારા સારી કામગીરી કરનારા જિલ્લાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે સિવિયર અેવોર્ડ અાપવામાં અાવે છે. જેમાં રાજયમાં અેપ્રિલ મહિનાની સારી કામગીરી બદલ કચ્છની ટીમને સિવિયર અેવોર્ડ માટે પસંદગી કરવામાં અાવી છે. દેશલપર ગુંતલી ગામે દર્દીને તાત્કાલીક સારવાર અાપવા સાથે 48 કલાકમાં તેમનું ફોલોઅપ પણ 108 દ્વારા લેવામાં અાવ્યું હતું, જે કિસ્સામાં કચ્છને ફાળે અા સિદ્ધિ હાંસલ થઇ હોવાનું 108ના જિલ્લા પ્રોગામ કો-અોર્ડિનેટર બળદેવ રબારીઅે જણાવ્યું હતું.

3 માસમાં નોંધાયેલા કેસોની વિગત

પ્રકારમાર્ચઅેપ્રિલમે
• પેટની બિમારી190193213
• ઝાડા-ઉલટી8481113
• હિટસ્ટ્રોક001
• તાવ130163151
• માથાનો દુખાવો141122
• અન્ય બિમારી100109100
• ગરમીના કેસ518557600
અન્ય સમાચારો પણ છે...