LCBના દરોડો:વવારમાં દેશીદારૂની ભઠ્ઠી પર રાજ્યસ્તરેથી ટીમ ત્રાટકી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસએમસીનો બીજો દરોડો : 75 હજારનો મુદામાલ જપ્ત

મુન્દ્રા પંથકમાં એક મહિનાના ટૂંકાગાળામાં દેશીદારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ બીજો દરોડો પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ છે.આ સ્થળેથી દારૂ સહિત 75 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મળતી માહીતી પ્રમાણે,મુંદરા તાલુકાના વવાર ગામની સીમમાં હરીભાઈ ગઢવીની વાડી નજીક પડતર જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી જ્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળ પરથી આરોપીઓ છસરાના સુમા૨ ધના કોલી, ભીખા જીવણ કોલી અને વડાલાના ખુમાનસિંહ જીલુભા સોઢાની અટકાયત કરવામાં આવી હતી જ્યારે, ભઠ્ઠીનો સંચાલક વવારનો વાલા વિરમ ગઢવી, તેનો માણસ લખુભા ગઢવી અને સ્થળ પરથી નાસી ગયેલ રમેશ અલીભાઈ કોલી હાથમાં ન આવતા તેઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સ્થળ પરથી 4800ની કિંમતનો 240 લિટર દેશી દારૂ, 4 હજારની કિંમતનો બે હજાર વૉશ, દારૂ બનાવવા માટે પડેલો 20,430 રૂપિયાનો 2043 કિલોગ્રામ અખાદ્ય ગોળ, 40 હજારના બે વાહનો, 5500ના બે ફોન મળી 75,290નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,અગાઉ મુન્દ્રામાં દેશી દારૂ અને ભુજમાં આંકડાના જુગારની પ્રવુતિ SMCની ઝપટે ચડી હતી પણ બંને કિસ્સામાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી.

અન્ય સમાચારો પણ છે...