રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કચ્છમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય)નો લાભ મેળવતી મહિલાઅોની હયાતીની ખરાઇ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં અાવી રહી છે.
ચકાસણીની કામગીરીમાં ગંગાસ્વરૂપા મહિલાઅોને સરળતા રહે તે માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તેમના કાર્ય ક્ષેત્ર હેઠળ આવતા પ્રકલ્પોમાં કાર્યરત કર્મચારીઓ દ્વારા તાલુકા અને શહેરી વિસ્તારોમાં ચકાસણી ઝુંબેશરૂપે હાથ ધરાઇ આવી છે, જેના ભાગરૂપે જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ દ્વારા તાલુકાના નારણપર, સુખપર, મદનપુર અને કેરા ખાતે કામગીરી કરાઇ હતી.
નિર્ધારિત લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં નારણપર(રાવરી) સરપંચ ધનબાઈ દેવરાજ પિંડોરિયા, મદનપુર સરપંચ પૂનમબેન લખમણ મેપાણી, તલાટી-મંત્રી અર્ચના ગોસ્વામી, કેરા સરપંચ મદનગિરિ ગોસ્વામી, તલાટી-મંત્રી સોનલ રાવત અને કંચનબેન સહયોગી બન્યા હતા.
જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજિક કાર્યકર મીનાબેન બોરીચાએ વિધવા સહાય ચકાસણી કામગીરી દરમ્યાન 40થી 50 વર્ષ સુધીની મહિલાઅોને સરકાર દ્વારા સ્વનિર્ભર બનવા વિવિધ પ્રકારની તાલીમ અપાય છે. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી, મહિલા અને બાળ અધિકારીની કચેરીના નરપતસિંહ સોઢા, મુકેશ મિસ્ત્રી, અજરામર ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચા વગેરે કામગીરીમાં સહકાર અાપી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.