સુવિધામાં વધારો:માંડવીને નવી આર્ટ્સ કોલેજ મળતાં તાલુકાના વિદ્યાર્થીઓને થઇ રાહત

માંડવી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેઠ ગોકુલદાસ હંસરાજ ટ્રસ્ટની નવી કોલેજ સાથે શિક્ષણ સુવિધામાં વધારો

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીમા નવા સત્રથી ગોકુલ આર્ટ્સ કોલેજની મંજૂરી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રાહત સાથે ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. પાંચ દાયકા પહેલા 1972 મા શેઠ ગોકુલદાસ હંસરાજ વિવિધ લક્ષી વિદ્યાલય કચ્છ જિલ્લાની પ્રથમ એકમાત્ર ટેકનિકલ શાળા સ્થાપવામાં આવી હતી.

તેની સાથે ઝવેરબાઈ ગોકુલ હંસરાજ કન્યા વિદ્યાલય અને ગોકુલ વિદ્યામંદિર પ્રાથમિક શાળા એમ એક સાથે ત્રણ-ત્રણ શાળા, એક જ કેમ્પસમાં ચલાવામાં આવતી હતી હવે કે.એસ. કે.વી યુનિવર્સિટી સંલગ્ન શેઠ ગોકુલદાસ હંસરાજ મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી 172 બેઠક સાથેની નવી કોલેજ નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરાશે.

મુંબઈ વસવાટ કરતા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ વેદે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, તેમના વડીલ સ્વ. પરસોત્તમ ધનજી વેદના પ્રયાસોથી 1972 માં શહેરમાં ઉચ્ચ કક્ષાનો અભ્યાસ મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. 50 વર્ષમા હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ લઇને વિવિધ ક્ષેત્રે માંડવીનું નામ રોશન કર્યું છે.

નવી કોલેજમાં ડિજિટલ ક્લાસમાં તજજ્ઞો ઓનલાઇન માર્ગદર્શન આપશે. પ્રવેશ પ્રક્રિયા જૂનથી પ્રારંભ કરવામાં આવશે જેમાં મેરીટના ધોરણે પાંચ વિદ્યાર્થીઓને નિશુલ્ક અભ્યાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે તેવી વિગત પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...