અચોક્કસ મુદતની હડતાળ:કચ્છના 365 તલાટીઓની હડતાળથી આવક, જન્મ-મરણના દાખલાની કામગીરીને અસર

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ ગણવા સહિતના પ્રશ્ને તલાટીઓ અચોક્કસ મુદત માટે કામથી અળગા

સમગ્ર રાજ્યની સાથે કચ્છના 365 તલાટીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતાં આવકના દાખલા, જન્મ-મરણના દાખલા સહિતની કામગીરી ખોરવાઇ ગઇ છે. 2004-05ની ભરતીના તલાટી કમમંત્રીની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા, સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની જગ્યા વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરાતાં તા.1-1-16 બાદ મળવા પાત્ર પ્રથમ, દ્વિતીય પગાર ધોરણ મંજૂર કરવા, પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા માટે પરીક્ષા રદ કરવા, રેવેન્યૂ તલાટીને પંચાયત તલાટીમંત્રીમાં મર્જ કરવા અથવા તો જોબચાર્ટ અલગ કરવા, પંચાયત વિભાગની કામગીરી સિવાય અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટીમંત્રીને ન સોંપવા અને વધારાનું ભથ્થું આપવા સહિતના મુદ્દે તલાટીઓ દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરાય છે.

જો કે, આ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે અને તે અંગે સરકારે કોઇ નિર્ણય ન કરતાં કચ્છના 365 સહિત રાજ્યના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે ગ્રામ્ય કક્ષાએ આવક, જન્મ-મરણના દાખલા સહિતની કામગીરી ખોરવાઇ ગઇ છે. કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય ગોસ્વામી અને મહામંત્રી રૂપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે જિલ્લાના તમામ તલાટીઓકામગીરીથી અડગા રહી સંબંધિત તાલુકા પંચાયત કચેરીએ હડતાલ પર ઉતરી ગયા હતા અને જયાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...