હાજીપીરના રણમાં રસીકરણ:કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની કામગીરીની નોંધ રાજ્ય આરોગ્ય વિભાગે લીધી

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરહદી કચ્છના હાજીપીર વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા આરોગ્ય કર્મચારીની નોંધ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી છે.દૂર દૂર સુધી અફાટ રણ,સરહદી વિસ્તાર,માણસો પણ માંડ માંડ મળે અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે હાજીપીરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન દુર્ગમ વિસ્તારમાં શ્રેષ્ઠ આરોગ્યસેવાઓ પહોંચાડી રહ્યા છે.

હાલમાં જ હાજીપીરના રણમાં તેઓ દ્વારા બાળકોને રસી આપવામાં આવી હતી.રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે આ તસવીર ટ્વીટરમાં પોસ્ટ કરી આ તસવીર અન્ય કર્મચારીઓને પ્રેરણા આપતી હોવાનું જણાવ્યું હતું.

ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડી.કે.ગાલાએ જણાવ્યું કે,આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જીલ્લા પંચાયત હેઠળના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ગોરેવાલી અંતર્ગતનાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હાજીપીર ખાતે વિવિધ આરોગ્ય સેવાઓ અપાય છે જેનો અહીના લોકો લાભ મેળવે છે.છેવાડાના માનવી સુધી આરોગ્યસેવા પહોંચાડવા માટે તંત્ર કટીબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...