નવજીવન:નાગોરની વાડીમાં આધેડ ઠંડીમાં ઠૂંઠવાયા, ટ્રેકટરમાં જઈને 108ના સ્ટાફે જીવ બચાવ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસતા વરસાદે સ્ટાફે દર્દીને પ્લાસ્ટીકથી ઢાંકી હોસ્પિટલમાં ખસેડયા

વરસાદના કારણે ભુજમાં નાગોરની વાડીમાં રહેતા આધેડ ઠંડીમાં ઠૂંઠવાઇ ગયા હતા.તેમણે શરીરે શર્ટ પણ પહેર્યો ન હતો.આ સ્થળે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી ટ્રેકટરમાં જઈને 108ના સ્ટાફે જીવ બચાવ્યો હતો.

મંગળવારે બપોરે 3 વાગે 108 ઈમરજન્સીને કોલ મળ્યો હતો કે ભુજ નજીક નાગોર રોડ, પાંજરાપોળના વાડી વિસ્તારમાં એક અજાણી વ્યક્તિ ખેતરમાં અર્ધબેભાન અવસ્થામાં છે પરંતુ ખેતરમાં 108 એમ્બ્યુલન્સ જઈ શકે તેમ હતી નહી એટલે કર્મચારી ઈએમટી શૈલેષ રાઠોડ અને પાયલોટ હિરેન ચિત્રોડીયાએ ગામના દર્શનભાઈ રાજગોરની મદદથી ટ્રેક્ટરની વ્યવસ્થા કરાવીને ગામ લોકોનો સહયોગ લઈ જરૂરી સ્ટ્રેચર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા.

દર્દી સતત વરસાદમાં પડી રેહવાના કારણે ઠંડીથી ઠુઠવાઈ હાઈપરથરમીયાને કારણે અર્ધબેભાન થઈ ગયા હતા. જેથી ડોકટરની સલાહ લઈ શરીરને ગરમાવો આપી પ્લાસ્ટિકથી કવર કરીને બોડી ટેમ્પરેચર કન્ટ્રોલ કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.તેવું પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર બળદેવ રબારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...