• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Speaker Of The Legislative Assembly Called On The Chief Minister And Discussed Issues Including Narmada, Health, Education

પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચર્ચા:વિધાનસભાના અધ્યક્ષે મુખ્યમંત્રીની મુલાકાત કરી નર્મદા, આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોની ચર્ચા કરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના અધ્યક્ષે મુખ્યમંત્રીની મુલાકાત કરી નર્મદા, આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોની ચર્ચા કરી
  • વેટરનરી કોલેજની વહીવટી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરો

મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ કચ્છના પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની રૂબરુ મુલાકાત કરી આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી.જેમા જિ લ્લામાં નવી વેટરનરી કોલેજની સ્થાપના માટે ચાલુ નાણાકીય વર્ષમાં બજેટ જોગવાઇ કરવામાં આવેલી છે. જેથી આ કોલેજ શરૂ થાય તે માટે તમામ વહીવટી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવી.

કચ્છમાં એક પણ ખેતીવાડી કોલેજ નથી. ચાલુ નાણાકીય વર્ષમાં વિભાગ તરફથી કચ્છ જિલ્લામાં નવી ખેતીવાડી કોલેજ સ્થાપવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ તે સ્વીકારવામાં આવી ન હતી. જેથી ખાસ કિસ્સામાં ચાલુ નાણાકીય વર્ષમાં ખાસ કિસ્સા તરીકે કચ્છ જિલ્લામાં નવી ખેતીવાડી કોલેજ શરૂ કરવી. ગાંધીધામ ખાતે સબ ડિવીઝનલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

ભુજ ખાતે એક જ હોસ્પિટલ કાર્યરત છે, જેથી દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. જેથી ગાંધીધામ ખાતેની ડિવીઝનલ હોસ્પિટલને અપગ્રેડ કરી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ બનાવવા સત્વરે કાર્યવાહી કરવી. કચ્છ યુનિવર્સિટીમાં વહીવટી અને શૈક્ષણિક જગ્યાઓ મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત પેન્ડીંગ છે. સ્ટાફના અભાવે નેકની માન્યતા પણ મળતી નથી.

જેથી પેન્ડીંગ દરખાસ્ત સત્વરે મંજૂર કરવામાં આવે. હમીરસર તળાવનું બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે. તળાવ ભરવા માટે અગાઉ પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલ છે, તે દ્વારા તળાવ ભરવાની કાર્યવાહી કરવામાં આવે. દુધઇ સબ બ્રાન્ચ કેનાલનું 23 કિ.મી. સુધીનું કામ પૂર્ણ થયેલ છે, તેમાં નર્મદાનું પાણી છોડવું અને બાકીના કામની પણ સરકાર તરફથી મંજૂરી મળી ગયેલ છે. જેથી તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ઝડપથી કામગીરી ચાલુ કરવામાં આવે.

ભુજ ખાતે ત્રણેય ભૂકંપગ્રસ્ત રીલોકેશન સાઇટના રહેવાસીઓને નવી શરતના પ્લોટ જૂની શરતમાં ફેરવવા બાબતે અસરગ્રસ્તો, પ્લોટ ધારકો, ભાડૂઆત અને ફલેટ ધારકો મૂલ્યાંકન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રિમીયમની રકમ ભરવા અસમર્થ છે. ઉકત તમામ મુદ્દાઓ સંબંધે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ પણ માનનીય અધ્યક્ષની ઉકત પ્રશ્નો સંબંધે હકારાત્મક અભિગમ અપનાવી સત્વરે નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...