• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Sniffer Dog Sandy Sniffed The Car From Every Corner But Stopped Near The Gear Box And Got Suspicious And Found A Stash Of MD Drugs.

ભાસ્કર ઈનસાઈટ:ગંધપારખુ શ્વાન સેન્ડીએ કારનો ખૂણે ખૂણો સુંઘ્યો પણ ગીયર બોક્સ પાસે રોકાઈ જતા શંકા ગઈ ને MD ડ્રગ્સની પડીકી મળી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેન્ડી અને તેના હેન્ડલરની મદદથી મળી છે સફળતા, પોલીસવડાના હસ્તે અપાશે ઇનામપત્ર

માધાપર હાઇવે પર પોલીસે કારને અટકાવી તલાશી કરી છતાં ડ્રગ્સ મળ્યું ન હતું.પણ આ જ વાહનમાં માલ હોવાની ચોક્કસ માહિતી હોવાથી ડોગ સ્કવોર્ડને બોલાવવામાં આવી હતી.જેથી પોલીસના ગંધપારખુ શ્વાન સેન્ડીએ કારનો દરેક ખૂણો સુંઘ્યો પણ આગળની બે સીટોની વચ્ચે ગીયર બોક્સ પાસે રોકાઈ ગઈ. તેણે સ્પષ્ટ સંકેત આપ્યો કે ત્યાં કંઈક પ્રતિબંધિત વસ્તુ છે. જેથી પોલીસ કર્મચારીઓએ ગીયર પાસેનું રબરનું કવર ખોલતા તેમાં ત્રણ લાસ્ટિક ઝિપલોક બેગમાં રાખેલું 28 ગ્રામ MD ડ્રગ મળી આવ્યું હતું.ગંધપારખું શ્વાન સેન્ડીએ તેના હેન્ડલર જીતેન્દ્રસિંહ સોઢા સાથે રૂ. 2.8 લાખની કિંમતનું 28 ગ્રામ મેફેડ્રોન શોધવામાં મદદગારી કરી હતી.

ચોક્કસ બાતમી છતાં ડ્રગ ન મળતા પોલીસ તો એક તબક્કે વિમાસણમાં મુકાઈ ગઈ હતી પણ સેન્ડીની મદદથી આ સફળતા મળી હતી.જેથી આ સિદ્ધિની નોંધ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનીંગ)વિકાસ સહાય દ્વારા લેવામાં આવી હતી અને તેમણે સેન્ડી અને તેના હેન્ડલરને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.ભુજ હેડક્વાર્ટર ડીવાયએસપી એ.આર.ઝણકાટે માહિતી આપતા જણાવ્યું કે,સેન્ડીને ડ્રગ્સ અને પ્રતિબંધિત વસ્તુઓને સુંઘવાની તાલીમ આપવામાં આવી છે.સેન્ડીની કુશળતાના પરિણામે જિલ્લામાં પ્રથમ વખત એમ.ડી.ડ્રગ્સ ઝડપી લેવામાં સફળતા મળી છે.આ કામગીરી બદલ સેન્ડી અને તેના હેન્ડલરને પોલીસવડાના હસ્તે ઇનામપત્ર આપીને નવાજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...