વિશ્વકક્ષાનું ભૂકંપ સંગ્રહાલય સ્મૃતિવનમાં આકાર લીધું છે. જે દેશની અનેક સંસ્કૃતિના વારસાના મ્યુઝિયમ માટે પથદર્શક બની શકે એમ છે. આ સંદર્ભે ત્રિદિવસીય ‘બી-સ્ટોરીઝ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા નિદર્શન અને સૂચન કરાશે. શુક્રવારે પ્રથમ દિવસે દેશ વિદેશના તજજ્ઞોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ડિઝાઈન ફેક્ટરી ઈન્ડિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી મ્યુઝિયમ બિએનાલે નું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટ વિશ્વભરના મ્યુઝિયમ ક્યુરેટર્સ, ડિઝાઇન પ્રોફેશનલ્સ, સિનોગ્રાફર્સ, લેખકો, અભિનેતાઓ, વિદ્યાર્થીઓ, ઉત્સાહીઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકોને એકસાથે એક મંચ પર લાવવાનો પ્રયાસ છે.
ઈવેન્ટનું ઉદ્ઘાટન છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરૂપ ગોસ્વામી, નિયુક્ત કમિશ્નર ઓફ રિલીફ અને એક્સ-ઓફિસિઓ સેક્રેટરી- મહેસૂલ વિભાગ હર્ષદકુમાર પટેલ અને કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ દિલીપ રાણા અને પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક, ગુજરાત ડૉ. પંકજ શર્માએ કર્યું હતું. ઈવેન્ટની થીમ, ‘ક્રિએટિંગ એક્સપિરિયન્સ’ પર વક્તાઓએ પ્રકાશ પાડ્યો હતો. આ સેમિનારમાં ડીએફઆઈ દ્વારા સાંસ્કૃતિક સ્થળો બનાવવા અંગેના પ્રદર્શનથી લઈને તેમના પ્રાયોજકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ ટેક્નોલોજી પોડ્સ સુધીના વિવિધ પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ સત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
પ્રખ્યાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ જેમ કે કોસમેન ડેજોંગના, મેરીકે મુલરે ‘સંસ્કૃતિ સાથે જોડાણ’ વિશે ચર્ચા કરી. સંદીપ વિરમાણી અને ડૉ. પંકજ શર્માએ તેમના વિચાર રજૂ કર્યા હતા. ‘ગુજરાત એન્વિઝનિંગ મ્યુઝિયમ્સ’ એન્ડ્રીયા સરટોરીના ‘એક્ઝિક્યુટીંગ એક્સપિરિયન્સ’ દ્વાર મુલાકાતીઓ માટે અવિસ્મરણીય મ્યુઝિયમ અનુભવોએ હાજર સૌને આકર્ષિત કર્યા હતા. સાંજે કબીર કાફે દ્વારા સાંસ્કૃતિક કળા પીરસતા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન હવે નવતર પ્રકારે
દરેક જગ્યાએ સંગ્રહાલય એટલે જુના પ્રાચીન સ્થાપત્યનું પ્રદર્શન તેમજ તેના ઇતિહાસ વિશેનું લખાણ પ્રદર્શિત કરીને પ્રેક્ષકોને રૂઢિગત રજૂઆત કરવાની સિસ્ટમમાં હવે નવી નીતિ સાથે આદ્યતન સંગ્રહાલયનો નવતર પ્રયોગ અમલમાં આવી રહ્યો છે.
પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડૉ. પંકજ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આકાર લઇ રહેલા એક પછી એક મ્યુઝિયમ હવે વિશ્વમાં વિવિધ સ્તરે સંશોધન કરીને અદ્યતન ટેકનોલોજી સાથે વિકસિત કરવાના રાહ પર છે. સ્મૃતિવન સ્થિત ભૂકંપ સંગ્રહાલય જે રીતે બનાવવામાં આવ્યું છે તે રીતે અન્ય સંગ્રહાલયને પણ જોવા આવનાર દરેકને કંઈક નવું આપવાનું સરકારે નક્કી કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.