કચ્છમાં ઘાસચારાની અછત વચ્ચે માલધારીઅો પોતાના પશુઅોને બચાવવા માટે પરિવાર સાથે િહજરત કરી ગયા છે પરંતુ ત્યાં પણ ઘાસચારા વિના પશુઅોની હાલત કફોડી બની છે, જેથી રાહતદારે ચારો, ખોળ, ભૂસો અાપવા માંગ ઉઠી છે.
વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ-ગાગોદરના પ્રમુખ ધારાભાઇ કલાભાઇ ભરવાડે મુખ્યમંત્રીને કરેલી રજૂઅાત મુજબ રાપર, ભચાઉ સહિત કચ્છના અનેક માલધારીઅો ઘેટાં-બકરા, ગાય, ભેંસને લઇને હિજરત કરી ગયા છે પરંતુ ત્યાં પણ કાળઝાળ ગરમી વચ્ચે ઘાસચારો ન મળતાં કપરા કાળમાંથી પશુઅોને બચાવવા મુશ્કેલ છે, જેથી ઉત્તર ગુજરાતના વાપી, વલસાડ, ડાંગમાંથી રાહતદરે ડાંગર તથા ઘાસ મંગાવી અાપવા માંગ કરી છે.
વાગડ વિસ્તારમાં નાની-મોટી 42 જેટલી પાંજરાપોળ છે, જેના પર લાખો પશુઅો અાશ્રિત છે, જેથી પ્રતિ કિલો ચારો રૂપિયા 2ના ભાવે અાપવા ઉપરાંત પશુઅોને કપરા કાળમાંથી ઉગારવા માટે 3 મહિના સુધી રાહતદરે ઘાસચારો, ખોળ-ભુસો અાપવા માંગ કરી છે. વધુમાં તેમણે દેશ-વિદેશમાં વસતા કચ્છના ઉદ્યોગપતિઅોને પણ માલધારીઅોના અને પાંજરાપોળના પશુઅો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.