આયોજન:કચ્છના વિકાસમાં સરકારની વિદ્યુતક્ષેત્રની વિશિષ્ટ કામગીરીનું મહત્વનું યોગદાન

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી દૂધઈ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજળી મહોત્સવ યોજાયો

અંજાર તાલુકાના નવી દૂધઈ ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અા પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, સરકારના સતત પ્રયાસોથી આજે ભારતનું કોઈ જ ગામ વીજળી વિનાનું રહ્યું નથી. વીજળીના લીધે ખેતીની આવકમાં વધારો થયો છે અને ખેડૂતોની મહેનત ઘટી છે. અવિરત વીજ પ્રવાહના લીધે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠા જ અભ્યાસ અને ભરતી પરીક્ષાની તૈયારી કરીને પોતાનું અમૂલ્ય ભવિષ્ય ઘડી રહ્યા છે.

તો અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં 24 કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો હતો. આજે ગુજરાતના ગામડે-ગામડે વીજળી મળી રહી છે. વીજળી વિભાગના કર્મચારીઓ રાત દિવસ મહેનત કરીને લોકોને 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. વીજ ઉત્પાદનમાં એક એવો રેકોર્ડ ઉભો કર્યો છે કે આજે કચ્છનું નામ આખી દુનિયામાં લેવાઈ રહ્યું છે.

લાભાર્થીઓએ સરકારના પ્રયાસોના લીધે વીજળીને લગતી વિવિધ યોજનાનો લાભ મળ્યો છે તેના વિશે પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા. નુક્કડ નાટક દ્વારા પણ લોકોને વીજળી બચાવવા માટે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કચ્છની લોકસંસ્કૃતિને દર્શાવતી કૃતિ શાળાની બાળાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય મશરૂભાઈ રબારી, મ્યાઝરભાઈ છાંગા, દૂધઈ સરપંચ રાધુભાઈ આહીર, એસડીએમ અંજાર મેહુલ દેસાઈ, મામલતદાર મેહુલભાઈ ડાભાણી, પીજીવીસીએલ અંજાર અધિક્ષક ઈજનેર બી.ડી.ઝાલાવાડિયા, પાવરગ્રીડ જનરલ મેનેજર સુગ્રિવ પાંડે, પાવરગ્રીડ ચીફ મેનેજર ગુંદા નરેશ, ગાંધીધામ કાર્યપાલક ઈજનેર ડી.આર.ઘાડિયા, ભચાઉ કાર્યપાલક ઈજનેર વી.જે.ડઢાણીયા, અંજાર કાર્યપાલક ઈજનેર કે.એ.ઓઝાના સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...