આજે મુખ્યમંત્રી ભુજમાં:કચ્છમાં વકરેલા લમ્પી રોગની ગંભીરતા હવે સમજાઇ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેરપોર્ટથી સીધા ભુજ પાલિકાના અાઈસોલેશન સેન્ટર બાદ સુખપરની મુલાકાતે જશે
  • કલેકટર કચેરીમાં વહીવટી અધિકારીઅો બાદ લોક પ્રતિનિધિઅો જોડે બેઠક

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કૈયારીમાં 23મી અેપ્રિલે દુધાળા ઢોરોમાં લમ્પી ચર્મરોગનો કેસ નોંધાયા બાદ 1લી જુલાઈ સુધીમાં અન્ય તાલુકા ઉપરાંત ભુજ સહિતના શહેરોમાં ગાય અને ભેંસ સંવર્ગના પશુઅોમાં સંક્રમણ વધી ગયું અને મોટી સંખ્યામાં મોત થવા લાગ્યા હતા, જેથી સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અાજે કચ્છમાં અાવવાના છે. જેઅો સાૈ પ્રથમ અેરપોર્ટથી સીધા ભુજ નગરપાલિકાના અાઈસોલેશન સેન્ટર જશે અને ત્યારબાદ સુખપર ગાૈશાળાની મુલાકાત લેશે. ત્યારબાદ કલેકટર કચેરીઅે વહીવટી અધિકારીઅો અને ભાજપના લોક પ્રતિનિધિઅો જોડે સમીક્ષા બેઠક યોજશે.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સવારે 8.30 વાગેથી 8.50 દરમિયાન અમદાવાદ અેરપોર્ટથી હવાઈમાર્ગે ભુજ અાવવા નીકળી જશે. સવારે અંદાજે 9.30 વાગે ભુજ અેરપોર્ટ પહોંચી અાવશે. ત્યાંથી સીધા ભુજ નગરપાલિકા સંચાલિત અને કોડકી રોડ ઉપર કારોબારી ચેરમેન જગત વ્યાસની માલિકીની 5 અેકર જમીનમાં ઊભા કરાયેલા અાઈસોલેશન સેન્ટર જશે

જે બાદ ભુજ તાલુકાના સુખપર ગામની ગાૈશાળાની મુલાકાત લેશે. અેક અેવી પણ શક્યતા છે કે, કદાચ માધાપર ચોકડી પાસેના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત પણ જાય. જોકે, અેની શક્યતા બહુ અોછી છે. ત્યારબાદ સવારે 10.45 વાગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ઈનચાર્જ જિલ્લા નાયબ પશુપાલન નિયામક હરેશ ઠક્કર સહિતના અધિકારીઅો જોડે લમ્પી ચર્મરોગથી પીડિત પશુઅો અને સંક્રમિત પશુઅોની સ્થિતિની સમીક્ષા કરશે.

બપોરે 12 વાગે પરત અમદાવાદ જવા નીકળી જશે. જે બાબતે ખરાઈ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ કેસુભાઈ પટેલને કોલ કરતા તેમણે કહ્યું હતું કે, સવારે 9.30 વાગે ભુજ અેરપોર્ટ ઉપર અાવવાના છે અને ત્યારબાદ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી અાપશે.

અન્ય સમાચારો પણ છે...