• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Road Leading To Ner Near Kharoi Of Bhachau Became An Accident Zone, Due To Lack Of Wall, Overturning Of Vehicles Increased.

તંત્રના વાંકે ચાલકો હેરાન:ભચાઉના ખરોઇ પાસે નેર તરફ જતો માર્ગ અકસ્માત ઝોન બન્યો, દિવાલના અભાવે વાહનો પલટી જવાના બનાવમાં વધારો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક તરફ નર્મદા કેનાલ સામે ખાડાના કારણે ટ્રેક્ટર ટ્રોલી ફસાઈ ગઈ
  • માર્ગ પર તાકીદે સુધારણાની કામગીરી હાથ ધરાય એવી લોકોની માંગ

તાલુકા મથક ભચાઉથી 23 કિલોમીટર દૂર ખરોઇ ગામ નજીક નેર ગામ તરફ જતો માર્ગ તંત્રની બેદરકારીના કારણે ભયજનક બની ગયો છે. અહીં એક તરફ માર્ગને અડીને નર્મદા કેનાલ આવેલી છે તો બીજી તરફ ખાડો આવેલો છે. ઉપરાંત માર્ગ પરની બાજુમાં દીવાલના અભાવે પસાર થતા નાના મોટા વાહનો રસ્તો ઉતરીને અકસ્માતગ્રસ્ત બનતા રહે છે.

આજે શનિવારે નેરથી ખરોઇ તરફ લીલો ચારો ભરીને આવતું ટ્રેકટર પણ તેમાં ફસડાઈ પડતા ટ્રોલી અંદર રહેલો ઘાસચારો ઢોળાઈ જવા પામ્યો હતો, સદભાગ્યે ટ્રેકટર પલટી જતા બચી ગયું હોવાથી ચાલકનો બચાવ થયો હતો, જો કે ટ્રોલીમાં નુકશાન થયું હતું.

ખરોઇ નેટ તરફનો આંતરિક માર્ગ કેનાલની સમાંતર નિર્માણ પામ્યો છે. પરંતુ માર્ગોની બંન્ને તરફ સલામતીનો અભાવ જોખમ સમાન ભાસે છે. સિંગલ પટ્ટી ધરાવતા માર્ગ પર સામે સામેથી વાહનો પસાર થવામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સામાન્ય બેદરકારી અહીં લોકો માટે જીવલેણ સાબિય થઈ શકે છે. અવારનવાર સર્જતાં વાહન અકસ્માતને લઈ આ માર્ગ પર તાકીદે સુધારણાની કામગીરી હાથ ધરાય એવી લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...