ભચાઉ તાલુકાના કાંધેલવાંઢને કકરવા થઇને કંથકોટથી જોડતો કાચો રસ્તો બન્યાને 15 વર્ષ વીતી ગયા છતાં તેને ડામરથી મઢવામાં ન અાવતાં અા ધુળિયા માર્ગે પસાર થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. કકરવા અને કંથકોટની વચ્ચે કાંધેલવાંઢ જન વસાહત અાવેલી છે. કાંધેલવાંઢને બંને બાજુથી જોડતો કકરવા કાંધેલવાંઢ થઇને કંથકોટનો કાચો માર્ગ બનાવવામાં અાવ્યો છે,
જેને અવાજે 15 વર્ષથી વિશેષ સમય થાવ અાવ્યો છે છતાં અા રસ્તો ડામરથી મઢવામાં અાવ્યો નથી. કાંધેલવાંઢના વતની નાનજી મેરાઅે જણાવ્યું હતું કે, તેમનું ગામ કંથકોટ ગ્રામપંચાયત હેઠળ અાવે છે અને 250 વર્ષ પહેલા વસેલું છે. પ્રાથમિક સુવિધામાં ગામમાં શાળા અાવેલી છે. કાંધેલવાંઢથી કંથકોટ અને કકરવા અઢી-અઢી કિ.મી.ના અંતરે અાવેલા છે.
સાંપ્રત રોડ કકરવાથી રાપર, ભચાઉ થઇ રામવાવ અને કંથકોટથી રામવાવ, સામખિયાળી રોડથી જોડાય છે. ભચાઉ અને રાપર કોઇ કામકાજ માટે ગામ લોકો અા રસ્તાનો ઉપયોગ કરે છે, જેથી અા માર્ગ ડામરથી મઢવામાં અાવે તો લોકોને ખુબ જ ઉપયોગી થાય તેમ છે. અા અંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને પણ રજૂઅાત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.