કામગીરી:નગરપાલિકાની જૂની ઈમારતમાંથી રેકર્ડ રૂમ સિવાય ઈમલો કાઢવાનું આખરે શરૂ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર કચેરી બાદ પોલીસ તંત્ર સીલિંગના રેકર્ડ ફંફોસવામાં ધંધે લાગ્યું છે

ભુજ નગરપાલિકાની જૂની ઈમારતી તોડી પાડીને અેજ જગ્યાઅે નવી ઈમારત બનાવવા ઠેકો અપાઈ ગયો છે. પરંતુ, સીલ કરાયેલા રેકર્ડ રૂમની ગૂંચ ઉકેલાઈ નથી, જેથી રેકર્ડ રૂમ સિવાય તમામ બારી, દરવાજા સહિતના બારસાખ કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

ભુજ શહેરમાં 2001ની 26મી જાન્યુઅારીના વિનાશક ભૂકંપ બાદ ધરાશાયી મકાન, મિલકત, ઈમારતો મુદ્દે કોર્ટ મેટર બની હતી, જેમાં ભુજ નગરપાલિકાના રેકર્ડ રૂમને સીલ કરવાની વિધિ થઈ હતી. દરમિયાન જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે પંચનામા સાથે સીલ તોડી અને ફરી સીલ મારવા સહિતની વિધિ થઈ હતી. જોકે, અેમાં ખાસ કંઈ મળ્યું ન હતું.

ત્યારબાદ છેક બે દાયકે 2022ના ડિસેમ્બર માસમાં ભૂકંપથી જર્જરિત નગરપાલિકાની જૂની ઈમારત તોડીને અેજ સ્થળે નવી ઈમારત બનાવવાનો ઠેકો અપાયો છે, જેથી નગરપાલિકામાં સીલ કરાયેલા રેકર્ડ રૂમનો સીલ તોડવા કલેકટરની મંજૂરી મંગાઈ હતી. કોર્ટ હુકમ લાવવા સહિતની અાંટીઘૂંટી બાદ કોઈ કેસ પેન્ડિંગ ન હોઈ અેની જરૂર રહેતી નથી અેવું સ્પષ્ટ થયું હતું.

સૂત્રોઅે જણાવ્યા મુજબ કલેકટર કચેરીઅે નગરપાલિકાના રેકર્ડ રૂમને શા માટે સીલ કરાયો હતો અેનો રેકર્ડ તપાસ્યો હતો, જેમાં પોલીસ તંત્રે તપાસ દરમિયાન રેકર્ડ સાથે છેડછાડ ન થાય અેટલે કલેકટરને સીલ કરવા સૂચવ્યું હોવાનું બહાર અાવ્યું હતું, જેથી કલેકટર કચેરીઅેથી પોલીસ તંત્રનો અભિપ્રાય મંગાયો હતો,

જેથી પોલીસ તંત્ર પણ રેકર્ડ રૂમને સીલ કરવા શા માટે સૂચવ્યું હતું અે જાણવા રેકર્ડ તપાસવા ધંધે લાગ્યું છે. સૂત્રોઅે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લે મુખ્ય અધિકારી અેસ.પી.ને મળ્યા હતા, જેમાં અેસ.પી.અે અભિપ્રાય અાપવાની કાર્યવાહીમાં ગતિ લાવવા હૈયાધારણ અાપી છે.

શું ધારાસભ્ય હરકતમાં અાવશે ?
ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નગરપાલિકા મારફતે વિકાસ કાર્યોને ગતિ અાપવા નેમ વ્યક્ત કરી છે ત્યારે ભુજ નગરપાલિકામાં રેકર્ડ રૂમની ગૂંચ ઉકેલવા હરકતમાં કેમ નહીં અાવતા હોય અે અેક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...