• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Process Of Destroying The Quantity Of Drugs Seized In The Sticks Of Kutch Started, Rs. 21 Thousand Crore Will Be Destroyed

3 હજાર કિલો ડ્રગ્સની હોળી:કચ્છના લાકડીયામાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાને નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ, રૂ. 21 હજાર કરોડના જથ્થાનો નાશ કરાશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે મુન્દ્રાના અદાણી બંદર પરથી ઝડપાયેલા 3 ટન ડ્રગ્સના જથ્થાનો નાશ કરાશે
  • બપોરે 1 વાગ્યે કામગીરી શરૂ કરાઇ, ત્રણથી ચાર કલાક પછી પ્રક્રિયા પૂર્ણ થશે
  • સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનના વર્ચ્યુઅલી નિરીક્ષણ હેઠળ કામગીરી પાર પડશે

દેશની મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ વિભાગ અંતર્ગત CGST અને કસ્ટમ ફિલ્ડ ફારમેટ દ્વારા આજે ડ્રગ્સ ડિસ્ટ્રક્શન દિવસ હેઠળ દેશના વિવિધ 16 જેટલા સ્થળોએ ઝડપાયેલા ડ્રગ્સના પાઉડર, ટેબ્લેટ અને લિક્વિડ સહિતના જથ્થાને એકસાથે નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત આજે બુધવારે દેશના સંરક્ષણ મંત્રી નિર્મળા સીતારામનના વર્ચ્યુઅલી નિરીક્ષણ હેઠળ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી બંદર પરથી ગત વર્ષે DRI દ્વારા ઝડપાયેલા 3 હજાર કિલોના રૂ. 21 હજાર કરોડના જથ્થાને ભચાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાઇરો કંપની ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નષ્ટ કરવાની કામગીરી સંભવિત બપોરે 1 વાગ્યે શરૂ કરાઇ હતી.

લાકડીયા પંચાયતની હદમાં આવેલી કચરા નિકાલ કરતી સૌરાષ્ટ્ર એનવાઇરો એકમ ખાતે આજે કંડલા અને ગાંધીધામથી કન્ટેનર મારફતે લઈ જવાયેલા 3 ટન ડ્રગ્સના જથ્થાને DRI અને કસ્ટમ વિભાગની સીધી દેખરેખ હેઠળ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ નષ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે ત્રણથી ચાર કલાકના સમય દરમ્યાન પૂર્ણ થશે. આ કામગીરી દરમ્યાન કંપનીની અંદર અને બહાર સામખીયાળી તથા લાકડીયા પોલીસ અધિકારી સ્ટાફ સાથે બંદોબસ્તમાં ગોઠવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અફીણની ખેતીના મુખ્ય ક્ષેત્રો સાથે ભારતની ભૌગોલિક નિકટતાથી પરેશાની
સરકારના સતાવાર સુત્રોએ આ કાર્યવાહી અંગે જણાવ્યું કે આજની દુનિયામાં ગેરકાયદે ડ્રગ્સનો વેપાર એ વધતો જતો ખતરો છે. અફીણની ખેતીના મુખ્ય ક્ષેત્ર સાથે ભારતની ભૌગોલિક નિકટતાએ પરંપરાગત રીતે ભારતને આ પ્રદેશમાં ઉત્પાદિત અફીણ માટે ગંતવ્ય અને પરિવહન માર્ગ બંને બનાવ્યું છે. આવા ગેરકાયદેસર વેપાર દ્વારા એકત્ર કરાયેલા નાણાંને આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં વાળવામાં આવે છે, જેમાંથી ભારત પીડિત છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્ય તરીકે ભારત માદક દ્રવ્યોના જોખમનો સામનો કરવાના વૈશ્વિક પ્રયાસોમાં ખૂબ જ સક્રિય છે. ભારત ડ્રગ્સ પર સંયુક્ત રાષ્ટ્રના સંમેલનોનો પક્ષકાર છે.

સ્મગલિંગમાં કન્ટેઇનરનો ઉપયોગ ચિંતાનો વિષય
મોટા જથ્થામાં માદક દ્રવ્યોની દાણચોરી માટે કન્ટેનરના ઉપયોગનું ઊભરતું વલણ ચિંતાજનક છે. તસ્કરો દ્વારા શંકાથી બચવા માટે આવા કન્ટેનરની સામગ્રી ખોટી રીતે જાહેર કરવામાં આવે છે. ડીઆરઆઈએ છેલ્લા કેટલાક મહિનામાં દેશભરના કન્ટેનરમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું. વર્ષ 2021 દરમિયાનના મુખ્ય કેસોમાં મુન્દ્રા પોર્ટ પરથી આશરે 3000 કિલો હેરોઈન, ન્હાવા શેવામાંથી 300 કિલો હેરોઈન અને તુતીકોરીનમાંથી 300 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યા હતા. કરાયેલી જપ્તીઓથી એ પણ બહાર આવ્યું છે કે કુરિયર અને પોસ્ટલ કાર્ગો ડ્રગ્સની દાણચોરીના સૌથી પ્રિય મોડ તરીકે ઉભરી આવ્યા છે.

આ વર્ષે કંડલાથી 205 કિલો હેરોઈન અને મુન્દ્રાથી 52 કિલો કોકેઈન ઝડપાયું
સપ્ટેમ્બર 2021માં પકડાયેલ 3,000 કિલો હેરોઈન એ અત્યાર સુધીની સૌથી વધુ હેરોઈનની જપ્તી છે અને એપ્રિલ 2021માં કરવામાં આવેલ 300 કિલો કોકેઈનની જપ્તી દેશમાં અત્યાર સુધીની સૌથી વધુ કોકેઈનની જપ્તી છે. અને વર્ષ 2022 દરમિયાન ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ પર 52 કિલો કોકેઈન, કંડલા પોર્ટ પરથી 205 કિલો હેરોઈન અને પીપાવાવ પોર્ટ પરથી 396 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...