સમસ્યા:ST બસ પોર્ટમાં મુખ્ય લાઈનમાંથી પાણી વહેવાની સમસ્યા યથાવત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક બાંધકામો નીચેથી પસાર થઈ છેક નવી શાક માર્કેટ સુધી પહોંચે છે
  • નગરપાલિકાઅે પાઈપ કાપી નાખ્યા બાદ ક્ષતિ રહી ગઈ

ભુજ શહેરમાં ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સામે અાઈકોનિક અેસ.ટી. બસ પોર્ટ બની રહ્યું છે. પરંતુ, બસ પોર્ટની હદમાંથી પીવાના પાણીનું વિતરણ કરતી મુખ્ય લાઈન પસાર થતી હતી. જે અડચણ દૂર કરવા પાઈપ કાપી નાખવામાં અાવ્યા હતા. અામ છતાં લીકેજની ક્ષતિ રહી ગઈ છે, જેથી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી ગઈ છે.

ભુજ બસ પોર્ટમાં સારથી કોમ્પલેક્સ સામેના ભાગે રેસ્ટ રૂમ સહિતનું બાંધકામ ચાલી રહ્યું છે, જેમાં અેસ.ટી. બસ પોર્ટના દરવાજા પાસેથી ભુજ નગરપાલિકાની મુખ્ય લાઈન પસાર થતી હતી. જેની જાણકારી ભુજ નગરપાલિકાને ન હતી. પરંતુ, ખોદકામ દરમિયાન ધ્યાને અાવ્યું, જેથી ભુજ નગરપાલિકાઅે સત્ય વિજય રેસ્ટોરન્ટ સુધી પાણીની મુખ્ય લાઈન કાપી નાખી.

હવે સત્ય વિજય રેસ્ટોરન્ટ નીચેથી પસાર થતી મુખ્ય લાઈન બાકી રાખી દેવાઈ છે. જે સ્થળે લીકેજની સમસ્યા સર્જાઈ છે, જેથી બાંધકામમાં મોટી અડચણ ઊભી થઈ છે. પરંતુ, ભુજ નગરપાલિકાઅે અે ક્ષતિ દૂર કરવા હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

વરસાદી પાણી અન્ડર ગ્રાઉન્ડમાં
ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા દાયકાઅો જૂની છે. કેમ કે, અે સ્થળે મૂળે વરસાદી વહેણનો કુદરતી વોકળો છે. જેના પાણી બસ પોર્ટના અન્ડર ગ્રાઉન્ડમાં ભરાવવા લાગ્યા છે.

મુખ્ય લાઈન ઉપર બાંધકામ થઈ ગયા
બસ પોર્ટના દરવાજા પાસેથી પસાર થતી ભૂગર્ભ પાણીની મુખ્ય પાઈપ લાઈને છેક નવી શાક માર્કેટ પાસે પહોંચે છે. પરંતુ, અેની ઉપર કેટલાય બાંધ કામ થઈ ગયા છે. નવાઈની વાત અે છે કે, અેના ઉપર ભુજ પાલિકા દ્વારા બાંધકામની મંજુરી કેમ મળી ગઈ હશે!

અન્ય સમાચારો પણ છે...