બેઠક:વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓને અપાતો આખરી ઓપ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સમાહર્તાએ બેઠક યોજીને કામગીરીની કરી સમીક્ષા
  • અધિકારીઓથી લઇને નાના કર્મચારીઓને સોંપાઇ જવાબદારી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખ અાગામી ટુંક સમયમાં જાહેર થવાની છે ત્યારે ચૂંટણી અાયોજનને સુપેરે પાર પાડવા માટે નવા અાવેલા કલેક્ટરે કમર કસી છે અને ગુરૂવારે મળેલી સમીક્ષા બેઠકમાં અધિકારીઅોથી લઇને નાના કર્મચારીઅોને જવાબદારી સોંપવામાં અાવી હતી. દીપોત્સવી તહેવારો પહેલા વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા વચ્ચે કચ્છના વહીવટી તંત્રઅે પણ ચૂંટણીની તૈયારીઅોને અાખરી અોપ અાપવાની દિશામાં પ્રયાસો અાદર્યા છે.

સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ નવા અાવેલા કલેક્ટર દિલીપકુમાર રાણાઅે ગુરૂવારે અાગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને સંબંધિત ચૂંટણી અધિકારીઅો, મદદનીશ ચૂંટણી અધિકારીઅો અને નોડલ અોફિસરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

ચૂંટણીને લઇને વિવિધ ટીમોની રચના કરાઇ છે અને મતદાન મથકોઅે ઇવીઅેમ, વીવીપેટ સહિતની સામગ્રી પહોંચાડવાની સાથે મતદાન મથકોઅે સેવા અાપનારી ટીમો માટે રહેવાની વ્યવસ્થા અને ખાવા-પીવાની વ્યવસ્થા સહિતના મુદ્દે સમીક્ષા કલેક્ટરે કરી હતી. વધુમાં અધિકારીઅોથી લઇને જુદી-જુદી ટીમોને જવાબદારીઅોની સોંપણી કરવામાં અાવી હતી. અત્રે અે નોંધનીય છે કે, ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સતર્ક થઇ ગયા છે અને ન માત્ર શહેરી પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...