વટહુકમ બહાર પડ્યો:ગરીબ, મધ્યમ પરિવારના પોતાના દબાણને સરકારનો પરવાનો પણ ફાયદો અમીર વર્ગને

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્ય સરકાર દ્વારા 2001 અને 2011માં બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવાનો વટહુકમ બહાર પડ્યો હતો
  • પોશ વિસ્તારની મોંઘી જમીન પર જંત્રીના 15% ઇમ્પેક્ટ ફી ભરી બિનઅધિકૃત કરાશે અધિકૃત
  • 1 ઓકટોબર-2022 પહેલાં થયેલાં બિનઅધિકૃત બાંધકામ જ નિયમિત કરાશે

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગત 18 ઓકટોબર, 2022ના બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને ફાયદો થાય તે ઉદ્દેશથી લેવાયેલા નિર્ણયથી મોટાભાગે પૈસાદાર વર્ગને પોશ વિસ્તારમાં પોતાના દબાણ મામૂલી રકમ ભરી કાયદેસર કરવાનો મોકો મળશે એવું શહેરમાં અચાનક થતા કામથી કહી શકાય છે. એટલું જ નહિ 1 ઓકટોબર પહેલા થયેલા બાંધકામને જ આ મંજૂરી મળશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ જોવા છતાં કોઈ કોઈ જગ્યાએ આ બે મહિનામાં બાંધકામ કરી કાયદેસરતા કરવાની પેરવી પણ કરવામાં આવી રહી છે.

શહેરીકરણને કારણે શહેરો અને નગરોની હદ અને વિસ્તારમાં મોટા પ્રમાણમાં વધારો થવાથી, શહેરોમાં પરવાનગી વગર મકાનો બનતા જાય છે. અથવા વિકાસ નિયંત્રણ નિયમોની વિરૂધ્ધ મકાનો બને છે, બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તેવી નીતિ ઘડાઈ છે.

વાસ્તવમાં મધ્યમ અને ગરીબ વર્ગ આ નિર્ણયનો ફાયદો લઈ શકે તેવી શક્યતા બહુ ગૌણ છે. પરંતુ પ્રતિ ચોરસ મીટર ના રૂપિયા પચાસ હજારથી એક લાખ ભાવ છે તેઓ વધારાનું નિયમ વિરુદ્ધનું બાંધકામ ચોક્કસ કાયદેસર કરાવશે. આવતા એકસો વીસ દિવસમાં ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળને કેટલી અને કયા વિસ્તારની અરજીઓ અથવા e-Nagar Portal ઉપર ઓનલાઇન અરજી આવે છે, તેના પરથી સ્પષ્ટ થઈ જશે.

હજી સુધી એકપણ અરજી નથી આવી : સીઈઓ, ભાડા
પખવાડિયા અગાઉ આ નવા વટહુકમની અમલવારી થઈ ગઈ છે, પરંતુ હજી સુધી એકપણ અરજી ઈ-પોર્ટલ પર આવી નથી તેવું કહેતા ભાડાના મુખ્ય વહીવટી અઘિકારી અતિરાગ ચાપલોત જણાવે છે કે, 26 ઓકટોબરથી શરૂ થઈ ગયું છે, પણ કોઈ અરજી નથી આવી. નવું બાંધકામ જૂનું બતાવી ખોટું કોઈ કરી નહિ શકે. અમે પુરાવા માંગશું. જેથી વાસ્તવિક સમય ખ્યાલ આવી જશે.

બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવા માટે અપાશે 4 માસ

  • વટહુકમ અમલમાં આવ્યાની તારીખથી ચાર માસમાં બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરાવવા મકાનોના માલિક અથવા કબજેદારો e-Nagar Portal ઉપર ઓનલાઇન અરજી કરવી પડશે.
  • અરજીની તારીખથી છ માસમાં બિનઅધિકૃત બાંધકામ કોઇપણ શરત સાથે કે તે સિવાય નિયમબધ્ધ કરવા અંગે હુકમ અથવા નિયમબધ્ધ કરવા માટે ના પાડવાં હુકુમ કરવાનો રહેશે. સત્તામંડળ આ બધી કાર્યવાહી કરશે.
  • ફી ભરવા માટે અરજદારને 2 માસની સમય મર્યાદા રહેશે.
  • તારીખ 1 ઓકટો, 2022 પહેલાનું બાંધકામના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાનું રહેશે. આધાર પુરાવા વગરની અરજી રદ કરાશે.
  • તારીખ 1 ઓકટો,2022 પહેલા થયેલા બિનઅધિકૃત બાંધકામો જ નિયમિત થઈ શકશે, ત્યારબાદના બાંધકામ માટે અરજી થઇ નહીં શકે.

ન્યૂનતમ ફી લઈને નિયમાનુસાર નિયમબદ્ધ થઈ શકશે
માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ (ફકત 50% માટે ફી લઈ), કોમન પ્લોટ (50% કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્ધ થઇ શકશે. જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. 1.0 થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉપયોગ સિવાયના (દા.ત. વાણીજય, શૈક્ષણીક, આરોગ્ય, ઔઘોગીક વિગેરે) બાંઘકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર FSI કરતા 50% વઘારે FSI થતી હોય, પ્લોટની હદ બહાર નિકળતા પ્રોજેકશન, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેરઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ નિયમબદ્ધ થઇ શકશે નહી.

અન્ય સમાચારો પણ છે...