વાગડ વિસ્તારના રાપર તાલુકાના અનેક ગામો દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા છે. ત્યારે દેશની સલામતીમાં કોઇ ચૂક ના રહે તે અંતર્ગત પૂર્વ કચ્છ વિભાગના પોલીસ વડાએ તાલુકાના સરહદી વિસ્તારની મુલાકાત લઈ સલામતી અંગેની સમીક્ષા કરી હતી, સાથે સ્થાનિક લોકોના પ્રશ્નો વિશે પણ માહિતી મેળવી તેના નિવારણ અંગેની ચર્ચા કરી હતી. વિભાગના પોલીસ અધિકારીઓ સાથે હાજર રહ્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા દર મહિને વાગડ વિસ્તારના સરહદી ગામોની મુલાકાત લઈ સલામતી અંગે જાત માહિતી મેળવાતી હોય છે. જેના અંતર્ગત પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના સરહદી માનાણીવાંઢ ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્થાનિકો સાથે ચર્ચા કરી, સરહદી સુરક્ષા માટે સતર્ક રહેવાની સૂચના આપી હતી. તેમજ અજાણ્યા શખ્સો કે વાહનો દ્વારા કોઇ ગેરપ્રવૃત્તિ થતી હોયતો સ્થાનિક પોલીસ અને સીમા સુરક્ષા દળને જાણ કરવા અનુરોધ પણ કર્યો હતો. ગ્રામજનોના પ્રશ્ર્નો અંગે પુછા કરી હતી. મુલાકાત દરમિયાન બાલાસરના ઈન્ચાર્જ પીએસઆઈ આર આર આમલીયાર હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.