તપાસ:પ્રમુખ સ્વામીનગરના બનાવને લઇ પોલીસ હરકતમાં આવી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યંઢળના નામે રેકી કરતા લેભાગુનો તાગ મેળવવા તપાસ
  • રહેવાસીઓને પોલીસને જાણ કરવા કહેવાયું

ભુજના પ્રમુખ સ્વામીનગર વિસ્તારની સોસાયટીમાં વ્યંગઢળોના સ્વાંગમાં લેભાગુ તત્વોના ઉપદ્રવનો બનાવ બહબાર આવતાં પોલીસ હરકતમાં આવી હતી. અને સ્થાનિક રહેવાસી મહિલાઓ સાથે ચર્ચા કરી આવો કોઇ શકમંદ દેખાય તો, જાણ કરવા માટે પોલીસે નંબર આપ્યા હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા થોળા દિવસથી પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં બપોરના ભાગે સાડી પહેરીને વ્યંગઢળના સ્વાંગમાં ફરતા અને રેકી કરતા શખ્સ દ્વારા એકલ દોકલ મહિલાના ઘરમાં બળજબરીથી પ્રવેશી જવાની ઘટના બહાર આવ્યા બાદ ભુજ એ ડિવિઝન પોલીસ હરકતમાં આવીને પ્રમુખ સ્વામીનગર ખાતે દોડી ગઇ હતી. રહેવાસી મહિલાઓને મળીને પુછતાછ કરી હતી.

મહિલાઓએ સોસાયટીમાં સાડી પહેરીને ફરતા શખ્સનું વર્ણન સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. પોલીસે મહિલાઓને ફોન નંબર આપી આવી કોઇ પણ શકમંદ વ્યક્તિ દેખાય તો, પોલીસને જાણ કરશો તો, પોલીસ તાત્કાલિક આવી જશે તેવું જણાવ્યું હતું તેમજ અન્ય અન્ય કઇ કઇ સોસાયટીમાં આ પ્રકારનો માણસ આવ્યો છે. કે, કેમ તે સહિતની તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...