રાપર તાલુકાના પ્રતાપગઢ 70 તેમજ નખત્રાણા તાલુકાના યુવાનો પણ જૂની પાર્ટી છોડીને આપમાં જોડાયા હોવાનો દાવો કરાયો છે.
આમ આદમી પાર્ટીની બેઠક પ્રતાપગઢમાં યોજાઇ હતી, જેમાં પોતાની જૂની પાર્ટી છોડી 70થી વધારે કાર્યકર્તાઓએ આપનો ખેસ અને ટોપી પહેરી જોડાયા હતા, જેમાં 10થી વધારે બહેનો પણ આપમાં જોડાયા હતા. રાપર વિધાનસભામાં પ્રથમ એવું ગામ છે, જેમાં સમગ્ર ગામ આમ આદમી પાર્ટીમાં જોડાયું છે.
રાપર વિધાનસભા પ્રભારી હિતેશ મકવાણા અને વિધાનસભા સહપ્રભારી જમાલભાઈની આગેવાનીમાં મળેલી બેઠકમાં ગુજરાત રાજ્ય સહમંત્રી કે.કે. અન્સારી, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જિતેન્દ્ર ઠકકર, આમ આદમી પાર્ટી નેતા ભરત મ્યાત્રા, પૂર્વ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ બળદેવસિંહ રાજપૂત, રાપર તાલુકા પ્રમુખ ભરત રાજપૂત, રાપર શહેર પ્રભારી રામજી રાજપૂત વગેરે હાજર રહ્યા હતા.
નખત્રાણા તાલુકામાં રાજેશ પિડોરિયા, રોહિત ગોર, રાજેશ જબૂઆનીની અધ્યક્ષતામાં અનેક યુવાનોઅે આપનો ખેસ પહેરી, અધર્મની રાજનીતિ સામે બાંયો ચડાવી છે. અશ્વિન જોષી, ભગવાનભાઇ કાનજિયાની, જગદીશ દવે, કિશન ઠક્કર, મજીદ પીંજારા, અનવર જુનેજા, પિયુષ વાઘાણી, વસંત કેશરણી વગેરે કાર્યકરો જોડાયા હોવાનું ગિરિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.